________________
[ ઉત્તરાધ્યયન સત્ર પૂર્વજન્મનું સ્મરણ કરીને તે ભગવાન નમિ રાજ ઉત્તમ ધર્મને વિશે સ્વયંસંબુદ્ધ થયા, અને પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તેમણે અભિનિષ્ક્રમણ કર્યું-દીક્ષા લીધી. ૨
આ અધ્યયનમાં છે કે નમિ રાજાની વાત છે, તે પણ પ્રાસંગિક ગ્યતાને કારણે ટીકાકારે અહીં ઉપયુક્ત ચાર રાજાઓને વૃત્તાન્ત વિસ્તારથી આપે છે. એ વૃત્તાન્તને સાર નીચે પ્રમાણે છે:
કરસંડુ રાજાને પોતાના પ્રિય અને બળવાન વાછડાને ઘરડો થયેલ જોઈને વસ્તુઓની પરિણામશીલતાનું જ્ઞાન થયું હતું. દ્રિમુખ રાજાને ઈન્દ્રમહત્સવમાં પૂજાયેલા ઇન્દ્રવજને દંડને કયરામાં રગદોળાતે જોઈને વૈભવની અનિત્યતાનું જ્ઞાન થયું હતું. અમિરાજાને હજ્વર થયો હતો અને બધી રાણીઓ ચંદન ઘસવા બેઠી હતી ત્યારે એ સર્વનાં કંકણને અવાજ રાજા માટે અસહ્ય થઈ પડો, એટલે રાણીઓએ હાથ ઉપર એક કંકણ રાખીને ચંદન ઘસવા માંડયું, એથી રાજાને શાન્તિ મળી. આમ જ્યાં અનેક છે ત્યાં ઘોંઘાટ છે, અને એક છે ત્યાં શાન્તિ છે-એ પ્રમાણે ગૂઢ ચિંતનને પરિણામે નમિ રાજાને પૂર્વજન્મનું સ્મરણ થયું અને નિસંગતાની શાન્તિનું જ્ઞાન થયું. પિતાના સૈન્ય સાથે નીકળેલા નઈ રાજાએ ખીલેલા મરવાળા એક આંબાની મંજુરી મંગલચિહન તરીકે તેડી. એના સૈનિકેએ પણ આ જોઈને એકએક મંજરી તેડવા માંડી અને આંબાનું ઠુંઠું બની ગયું. આ જોઈને રાજાને રિદ્ધિની ચંચળતાનું જ્ઞાન થયું.
દીક્ષા લીધા પછી આ ચારે પ્રબુદ્ધો ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં એક દેવકુલમાં પરસ્પરને મળ્યા હતા.
મહાભારતના જનક વિદેહી અને “ઉત્તરાધ્યયન’ના નમિના વૃત્તાન્ત તથા પાલિ જાતકનું “મહાજનક’ (પ૩૯) એ ત્રણે મૂળ એક જ કથાનાં વિભિન્ન સ્વરૂપ જણાય છે.
जाई सरित्तु भयवं सहसंबुद्धो अणुत्तरे धम्मे ।। पुत्तं ठवेत्तु रज्जे अभिणिक्खमई नमी राया