Book Title: Uttaradhyayan Sutra
Author(s): Bhogilal J Sandesara
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 141
________________ ૧૮ [ઉત્તરાધ્યયન સૂત્ર દંડ, વાસ્તુ, અંગવિકાર અને સ્વરને અભ્યાસ' –એટલી વિદ્યાઓથી જે આજીવિકા મેળવતું નથી તે ભિક્ષ છે. ૭ મંત્ર, મૂળિયાં, વિવિધ પ્રકારનું વૈદ્યક વિશેનું ચિન્તન, વમન, વિરેચન, નાસ, નેત્રાંજન, સ્નાન, અને રેગીઓના શરણરૂપ ચિકિત્સા -એટલાને જાણીને જે પરિવજન કરે તે ભિક્ષુ છે. ૮ ક્ષત્રિયગણે, ઉગ્ર, રાજપુત્ર, બ્રાહ્મણે, લેગિકે, તથા ૧ દંડવિદ્યા-લાકડીના સ્વરૂપ ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા; જેમકે ઉજવવું પતિ- એક ગાંઠવાળી લાકડીની પ્રશંસા કરે છે, ઈત્યાદિ. ૨. વાસ્તુવિદ્યા-મકાનનાં શુભાશુભ લક્ષણે વર્ણવતી વિદ્યા. ૩. અંગવિકારવિદ્યા-શરીરનાં અંગ ફરકે તેનાં શુભાશુભ ફળ વર્ણવતી વિદ્યા. . સ્વરવિવા-પશુપક્ષીઓના સ્વર ઉપરથી ભવિષ્ય કહેવાની વિદ્યા (જુઓ પૃ. ૧૨૭, ટિ. ૨). ૫. મૂળમાં શરણ વિનર્ચ (સં. વર વિગચ) પાઠ છે. ચૂર્ણિકાર અને ટીકાકારોએ વિરને અર્થ શુભાશુભ નિરૂપણને અભ્યાસ ' અર્થાત એ વિષયનું પ્રભુત્વ એવે સમજાવે છે. ઉપરની સૂચિમાં ફળોતિષને ઉલ્લેખ નથી, તે ઉપરથી ડો. યાબી અનુમાન કરે છે કે આ પાઠ ગ્રીક અસર પહેલાંને છે, જુઓ ઉત્તરાયવન સ્ત્રીને તેમને અંગ્રેજી અનુવાદ પૃ. ૭૧, ટિપ્પણ] ૬. મૂળમાં મારે ઘરળ તિષ્ઠિથે એમ છે. એને અર્થ ટીકાકારે આમ કરે છે. રોગ આવે ત્યારે (પરિતાપૂર્વક માતાપિતા વગેરેનું) સ્મરણ અને રેગની ચિકિત્સા.” પણ માતાપિતાનું આવું સ્મરણ તે રોગી કરે, જ્યારે અહી તે ભિક્ષુ જાણી જોઈને કયા પ્રકારનાં આચરણને ત્યાગ કરે એની વાત છે. એટલે એ સન્દર્ભ ધ્યાનમાં રાખી અનુવાદ કર્યો છે. ૭. “પરિવજનમાં ત્યાગને ભાવ આવી જાય છે એમ ગણવું જોઈએ. ૮. એક ક્ષત્રિય જાતિ. જેને માન્યતા અનુસાર, પ્રથમ તીર્થકર ઋષભદેવે એ જાતિની આરક્ષકપદે નિમણૂક કરી હતી. ૯. ભેગસમૃદ્ધ વ્યક્તિઓ. “ભોગિક'ને અર્થ “ગામધણું” પણ થાય છે. मन्तं मूल विविहं वेजचिन्तं वमणविरेयणधूमणेत्तसिणाणं । आउरे सरणं तिगिच्छियं च तं परिन्नाय परिव्वए स भिक्खू ८ खत्तियगण उग्गरायपुत्ता माहण भोइय विविहा य सिप्पिणो । नो तेसि वयइ सिलोगपूयं तं परिनाय परिव्वए स भिक्खू ९

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186