________________
ર. કોઈ કોઈનું નથી કે
*
એક સંત પાસે એક સત્સંગી આવતો. તે કહેતો કે ગુરુજી : મારે સંન્યાસ લેવો છે. મનને રોજ કહું છું, પૂછું છું પણ મન હજી તૈયાર થતું નથી.
ભાઈ, જે મને તને વગર ખર્ચ કરે ચૌદરાજલોકમાં અનંત વાર ફેરવ્યો, અનેક પ્રકારના દુઃખ ભોગવ્યા. ક્યાંક સુખ ભોગવ્યું હશે તેના ભ્રમમાં તને સંસાર ત્યાગવાની પ્રેરણા કેવી રીતે મળે ?
એકવાર અનંતશકિત સ્વરૂપ એવા આત્મદેવને પૂછ. જેની પાસે દુઃખ વગરનું સુખ છે, તે તને સાચો જવાબ આપશે.
સંતની હાજરી હતી. તેણે શાંત ચિત્તે આત્માને પૂછયું. સંતનો સમાગમ, સંતની દૃષ્ટિ, જવાબ શું મળે? સંસાર છૂટી ગયો.
કોઈ પર્વતિથિ હોય સવારે મનને પૂછો ઉપવાસ કરવો છે? મન કહેશે આજ તો નહિ થાય અને ભાઈ રોજે જ કાલ પર અવલંબે તે વ્રત રોજ કાળ જ બતાવશે. માટે પૂછવું તો આતમદેવને પૂછવું તો તે સત્નો માર્ગ બતાવશે.
સાધક કહે ઘરમાં સૌને મારા માટે ઘણો પ્રેમ છે તે રજા નથી આપતા. સંતે કહ્યું કાલે સવારથી તું બિમાર થઈને પડયો રહેજે. તેણે તેમ કર્યું. - સંત તેને ઘેર પહોંચ્યા અને કુટુંબીઓને કહ્યું બિમારી ભયંકર છે, પણ મારા મંત્રથી સારું થઈ જશે. તેને માટે કોઈએ પોતાના પ્રાણ આપવા જોઈએ. સૌ એકબીજાના સામે જોવા લાગ્યા. ડોસા કહે હું જઉં પછી ડોસીને કોણ સાચવે ? ડોસી કહે ડોસાને કોણ સાચવે? પત્ની કહે બાળકને કોણ સાચવે? આખરે ડોસાએ સંતને કહ્યું મહારાજ તમારે આવી કંઈ ઉપાધિ નથી તમે જ મંત્ર ભણો, તમારા મૃત્યુબાદ મોટી સમાધિ ચણાવશું. રોજે પૂજા કરશું.
સંત મંત્ર ભણી વિદાય થયા, સાધક પણ ઊભો થઈને તેમની
૧૦
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો