________________
સાથે વિદાય થયો. તેને બોધ પ્રાપ્ત થયો. “જાગરે માનવ જાગ, કોઈ કોઈનું નથી રે.”
બીજો એક યુવાન સંત સેવી હતો. ઘરે પિતાજીની રજા લેવા ગયો કે મારે સંન્યાસ લેવો છે.
પિતાજીએ તો તેના લગ્નની તૈયારી કરી હતી. અને તરતજ બધો સ્વાંગ સજાવી તૈયાર કરી દીધો.
અજબ કહે સંતના આશિષ લેવા જઉં ? અજબ સંત પાસે આવ્યો.
સંતઃ અરે અજબ આ શું કર્યું ? આ વેશ ? સંસારના બંધન સજીને આવ્યો.
અજબે સંત સામે નજર મેળવી. સંતે કૃપા દૃષ્ટિ કરી. અજબે લગ્ન સજાવટ ઉતારી દીધી અને સંન્યાસી બની ગયો. પિતાજી લેવા આવ્યા. અરે અજબ આ શું કર્યું ?
અજબે ગજબ કીયા.
સંસાર છૂટી ગયો સંન્યાસ પ્રગટ થયો. આ છે સંત સમાગમ! સંતોની પવિત્રતાની સરવાણી !
* ૩. સર્વ દુ:ખ દૂર થશે
(સુલસાસતી)
જૈનદર્શનને પામેલો જીવ જવલ્લેજ સુલસા નામથી અપરિચિત હશે. જો તેના શ્રવણે આ નામ ચઢયું ન હોય તો તેટલો કમભાગી. સુલસા એટલે પ્રભુભક્તિનું પૂર્ણ સ્વરૂપ, જેના રોમે રોમે વીરના સ્મરણનું સાતત્ય હતું. ગુંજન હતું.
વીર જાદુગર હતા ? ના તેમના આત્મપ્રદેશે પ્રદેશે જીવ જાગરણના કલ્યાણનો ગુંજારવ વહેતો રહેતો. તેમાં સુલસા જેવા ભાગ્યશાળી જીવો તેના સ્પર્શના ભાગ્યશાળી બનતા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૧