________________
મલયસુંદરી ચારિત્ર લક્ષમીપુરીમાં કેટલાક દિવસ રહી, માતાને મળવા ઉત્કંઠિત હું સ્વદેશ જવા પાછો ફર્યો. રસ્તામાં તે રસનું તુંબડું લેવાને ચંદ્રાવતીમાં શેઠની દુકાને ગયે, પણ કઈ કારણથી “તે હવેધક રસ છે એ ખબર શેઠને પડવાથી મને જુઠો ઉત્તર આપી, તે લેભાધ વણિકોએ રસનું તુંબડું પાછું ન આપ્યું ત્યારે છેવટે તેમના કર્તાવ્ય પ્રમાણે શિક્ષા આપી હું ત્યાંથી ચાલ્યા ગયા. ફરતે ફરતા આંહી આવ્યો, તેવામાં આ મારા પિતાની રાજધાની સર્વથા ઉજજડ-વેરાન જેવી થયેલી મેં ઈ.
વાંચકોને યાદ હશે કે પિતાના પિતા તથા કાકાને મુક્ત કરવા માટે ગુણવર્માએ કરેલા અનેક ઉપાયો નિરર્થક ગયા ત્યારે નિરાશ થઈ તે મહાન ચિંતામાં પડયા હતા. છેવટે વિચાર કરતાં તેણે એ નિર્ણય કર્યો છે, જેનાથી આ દુઃખરૂપ અગ્નિ પ્રકટી છે તેનાથી જ તે શાંત થશે, તનું જ શરણ લીધા સિવાય છુટકો નથી, એમ નિશ્ચય કરી તે માણસને ઓળખનાર એક સહાયકને સાથે લઈ આ યુવાનની શોધમાં તે નીકળી પડ હતા. રસ્તામાં સહાયક બીમાર પડવાથી તેને મૂકી દઈ ગુણવર્મા જાતેજ તે યુવાનની શોધ કરતો આંહી શૂન્યનગરમાં આવી ચઢયે છે અને વહાલાના દુઃખે દુઃખી થઈ ગુણવર્મા જેની શોધ કરતા હતા તેજ આ શુન્યનગરમાં મળી આવ્યું. તે આ કુશવર્ધનપુરના સૂરચંદ્ર રાજાનો વિજ્યચંદ્ર નામના કુમાર છે.