________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા ધર્મથી સુખ અને પાપથી દુઃખ પ્રાપ્ત થાય છે, એ સર્વસામાન્ય સિદ્ધાંત છે, છતાં લેકે સુખની ઈચ્છા તો જરૂર કરે છે, પરંતુ ધર્મના વર્તનથી ઘણું જ દૂર રહે છે. દુખની ઈચ્છા કરતા નથી ને પાપ કરતાં પાછું વાળીને જોતા પણ નથી; એવા લેકેને સુખની પ્રાપ્તિ ક્યાંથી હોઈ શકે ?, એ ઘણું વિચારવા જેવું છે.
હવે સામાન્યપણે ધર્મનું કારણ કયું છે? તે આપણે વિચારીએ:" श्रूयतां धर्मसर्वस्वम् , श्रुत्वा चैवावधार्यताम् ।
आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरेत् ॥१॥" ઉપરોક્ત વચનથી આપણે વિચારવાનું એ જ છે કે, આપણુ આત્માને પ્રતિકૂલતાથી જેવું દુઃખ થાય છે, તેવું પ્રતિકૂલતાથી બીજા છાને પણ દુઃખ અવશ્ય થાય છે જ. એ પ્રતિકૂલતાથી આપણે તેમને અવશ્ય બચાવવા, એજ સામાન્યપણે ધર્મને સાર ગણાય. આ વચનને વિચાર કરી લેતાં, રાજ્યનીતિને અને સામાન્ય નીતિને અંગીકાર કરીને, એ પ્રમાણે વર્તવાથી ગૃહસ્થોને પણ સારે લાભ થવા સંભવ છે. કર્યા કમ ભેગવ્યા વિના છુટકે નથી
અપરાધી ને ન્યાયપૂર્વક એગ્ય શિક્ષા કરવી એ નીતિ છે, પણ નિરપરાધી ને ઘાતાદિકથી દુ:ખી કરવા, એ તો નીતિથી પણ બહાર ગણાવું જોઈએ. ઘાતાદિક કરનારને તેનું ફલ ભેગવવું જ પડે છે. રાજા હોય કે રંક હોય, પરંતુ તેમાં કઈને કશે પણ ઉપાય ચાલે તેમ નથી. કહ્યું છે કે,
૧-મહામાત.
For Private And Personal Use Only