SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ છ પદનો પત્ર હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, ૫૨માણુ માત્ર નથી અરે ! · શ્રી સમયસાર - ગાથા - ૩૮ મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ, ભાવ મુજથી બાહ્ય છે. ૫૫૯ • શ્રી નિયમસાર - ગાથા - ૧૦૨ એક ભાવ સહિત ગાઈએ છીએ તો રોમ ઉલ્લસી જાય છે, તો ખરેખર દશા એવી આવી જાય ત્યારે એની અનુભૂતિ કેવી હોય ! ખરેખર એ દશામાં આવવાથી કેવી આત્માની મસ્તી આવે ! એનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી. તો અહંભાવ-મમત્વભાવ સહિતનું જે સાધન થાય અને અહંપણું-મમત્વપણું રહિત થયા પછી જે સાધન થાય એમાં કેટલો તફાવત પડી જાય છે ! અહંપણા-મમત્વપણા સહિતના જે કાંઈ સાધન થાય છે એ આસવ-બંધમાં જાય છે અને એનાથી રહિતપણે જે સાધન થાય છે એ બધા સંવર-નિર્જરામાં જાય છે. પરંપરાએ બધા મોક્ષના હેતુભૂત થાય છે. પરમાં ‘હું’ પણું સ્થાપન કરવું એ જ અહંપણાનું સ્થાપન છે. ૫૨૫દાર્થમાં ‘હું’ પણાનું અજ્ઞાન કરવું એ અધમમાં અધમ કે પતિતમાં પતિત ભાવ છે. ‘અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય’. હું એટલે આ અહંપણાનો ભાવ. પરમાં અહંબુદ્ધિ એ ‘હું’.‘આ નિશ્ચય નહીં આવે તો ગમે તેટલા સાધન કરશો તો બધાંય સાધન બંધના કારણ થશે, મોક્ષના હેતુભૂત થશે નહીં. જ્ઞાનીપુરુષે અનુભવ કરીને આ અર્ક કાઢીને છ પદ આપણને આપ્યા છે. પિસ્તાળીસ આગમોનો અર્ક કાઢીને આ છ પદ મૂક્યા છે. દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. — શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૮ છ’યે દર્શન, આખું જૈન દર્શન, પિસ્તાળીસ આગમ, ચૌદ પૂર્વ આમાં આવી જાય છે. આ પણ કળિકાળનું અચ્છેરું છે કે છ પદ તમને કળિકાળમાં મળ્યા. આ જમાનામાં તમને ભેળસેળ વગરની શુદ્ધ વસ્તુ મળે તો ભાગ્ય કહેવાય, એમ આ કાળની અંદરમાં તત્ત્વની ભેળસેળ કર્યા વગરની વાત (શુદ્ધ વસ્તુ) તમને મળી. તત્ત્વની વાત, આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવે એવી આપણા હાથમાં આવી છે.
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy