________________
અત્યાચારોથી મેળવાયેલું ધન માનવીને કદી સુખી કરતું નથી.
પૈસાની કારમી વાસના જીવને મોતનો કરુણ શિકાર પણ બનાવી નાખે છે.
મોત
પૈસાની લાલસામાં કરોડપતિનું કરુણ
એક કરોડપતિ શેઠ હતા. તેમને ચાર પુત્રો હતા. પરંતુ ચારેયમાંથી એકેયને શેઠ પ્રત્યે આદર કે પ્રેમ ન હતા. કારણ કે શેઠે આખી જિંદગી પૈસા ભેગા કરવા સિવાય બીજું કશું જ કર્યું નહોતું.
શેઠના મનમાં એક જ વાસના હંમેશ રમ્યા કરતી: “કેમ કરીને મારી તિજોરી છલોછલ ભરાઇ જાય.''
:
સાઠ વર્ષ પસાર કરી ચૂકેલા શેઠ અવારનવાર તિજોરી પાસે જતા અને જોતા કે તિજોરી કેટલી ભરાઇ ? જાતે જ બારણાં બંધ કરીને નોટોનાં બંડલોને બરાબર ગણી લેતા.
એક દિવસની વાત છે. શેઠ જમી પરવારીને તિજોરીમાંના રુપિયા ગણવા રુમમાં બેઠા. કોઇ અચાનક ઘૂસી ન આવે માટે તેમણે દ૨વાજાને ઓટોમેટિક તાળું કરાવેલું. પ્રવેશ કરતાં બારણું બંધ થઇ જાય. અંદ૨થી શેઠ જાતે જ ચાવીથી ખોલે તો બારણું ખૂલે. ચાવી વગર બારણું ન ખૂલે.
શેઠ અંદર તો પહોંચી ગયા. અને નોટોનાં બંડલો ગણવા લાગ્યા. ઘણો સમય પસાર થઇ ગયો. શેઠને તરસ લાગી. એટલે શેઠ ચાવી ખોળવા લાગ્યા. કારણ કે શેઠને તાળું ખોલીને પાણી પીવા બહાર જવું હતું. પરંતુ આજે શેઠ ચાવી લાવવાનું જ ભૂલી ગયા હતા. હવે શું થાય ?
શેઠ ચાવી ખોળી ખોળીને થાકી ગયા પણ ચાવી મળી જ નહિ. શેઠની તરસ વધતી જ ચાલી. પણ ચાવી વગર દરવાજો ખૂલે શી રીતે ? અને દરવાજો ખૂલ્યા વગર પાણી મળે શી રીતે ?
પાણી ! પાણી ! પાણી ! શેઠ પાણી માટે ધમપછાડા કરવા લાગ્યા. પણ કોઇ જ ઉપાય ન મળ્યો...ત્યારે શેઠે એક ચિઠ્ઠી લખી: “જો કોઇ મને અત્યારે એક ગ્લાસ ભરીને પાણી આપે તો હું મારું તમામ ધન તેને અર્પણ કરી દેવા તૈયાર છું.’’
૨૨