________________
જજ કહે “જાઓ. નુકસાની પેટે આ રકમ મંજૂર કરવામાં આવે છે.” બીજો મુકદ્દમો :
ફરિયાદી કહે “સાહેબ ! મિલના સંચાની ગરબડના કારણે મારો હાથ કપાઇ ગયો છે. મને નુકસાની પેટે રકમ મળવી જોઇએ.”
જજ કહે “તું શું ઇચ્છે છે ?” ફરિયાદી કહે “સાહેબ ત્રીસ હજાર રૂપિયા.” જજ કહે “જાઓ, તે રકમ મંજૂર કરવામાં આવે છે.” ત્રીજો મુકદમો :
ફરિયાદી કહે “સાહેબ ! આ માણસે ભર બજારમાં મને ખાસડું મારીને મારી ઇજ્જતને બગાડી છે. મને નુકસાની પેટે રકમ અપાવો.”
જજ કહે “કેટલી રકમની તારી અપેક્ષા છે ?" ફરિયાદી કહે “સાહેબ ! વીસ હજાર રૂપિયા.” જજ કહે “જાઓ, પૂરી રકમ મંજૂર કરવામાં આવે છે.”
જુઓ...આ દુનિયા ! જ્યાં પત્ની ! હાથ અને ઇજ્જત બધુંય પૈસાના ત્રાજવે ન તોલાય છે.
પૈસા હશે તો સુખી થવાશે...સુરક્ષિત જીવાશે...સુખભરપૂર જિંદગી વિતાવશે... “સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્ત” “બધા જ ગુણો પૈસામાં આવીને આસરો લે છે.”
આ ભયંકર ભ્રમણાના વમળમાંથી જ્યાં સુધી આપણે બહાર નહિ નીકળી શકીએ ત્યાં સુધી નીતિનો મહિમા આપણને સમજાવાનો નથી.
ગમે તે કરો...પણ પૈસા લાવો. પછી તે પૈસા મેળવવા હલકામાં હલકા રસ્તાઓ છો અજમાવવા પડે !! આવી કલુષિત માન્યતાના રવાડે ચડીને આજનો માનવ બરબાદ થઈ રહ્યો છે.
દુનિયા આખી જહન્નમમાં જાય પણ મારી તિજોરી ભરાવી જ જોઇએ !” આવા વિચારો આજે સમાજમાં વ્યાપક બનતા ચાલ્યા છે.
RO