________________
ધનની લાલસા ખાતર કેવાં કૂર પાપો !!
અને માટે જ ધન મેળવવા માટે આજનો માણસ જે રસ્તાઓ આચરે છે તે સાંભળતાં આપણને કમકમાટી છૂટી જાય... • દેવનારના કતલખાને રોજના ૬/૬ હજાર ઢોરોને કાપી નાંખવામાં આવે છે. • પોતાની લાલસાઓને સંતોષવા માટે ઘેટાંઓનાં નાનકડાં બચ્ચાંઓને માત્ર ૪૮
કલાકમાં ચીરી નાંખીને તેની રુંવાટીમાંથી બૂટ' વગેરે બનાવાય છે. મુલાયમ પટ્ટાઓ અને પર્સ બનાવવાની ખાતર સાપને મારી નાંખીને કાંચળીઓ ઉતારી નાંખવામાં આવે છે. લાખો રૂપિયા મેળવવા ખાતર દર વર્ષે બેથી અઢી
કરોડ સાપોને મૃત્યુને હવાલે કરતાં કોઇના હૈયે ધ્રુજારી પણ થતી નથી. • મુલાયમ ચીજો બનાવવા માટે હજારો નિર્દોષ સસલાંઓને ગરમાગરમ પાણીમાં
ઉકળાવીને બાફી નાંખવામાં આવે છે. વાસનાભૂખ્યા વરુઓની વાસનાની આગને બુઝાવવા માટે કેટલાક શયતાનો ગામડાંઓની નિર્દોષ કન્યાઓને ફોસલાવી-પટાવીને વેશ્યાવાડે ધકેલી દેતાં અચકાતા નથી. માલ ખપાવવા ભેળસેળ અને વિષમય પદાર્થોનું મિશ્રણ કરતાંય કેટલાક વેપારીઓ અચકાતા નથી. કરોડો રૂપિયાના હૂંડિયામણની ખાતર લાખો વાંદરાંઓ, દેડકાંઓ અને માછલાંઓની “ગવર્મેન્ટ' દ્વારા નિકાસ કરાઈ રહી છે. ગર્ભપાતને કાયદેસર બનાવી દઇ ને, તેની રુપાળી જાહેરખબરો દ્વારા હજારો નિર્દોષ પંચેન્દ્રિય જીવોની હત્યા કરવામાં આવી રહી છે.
આ બધું જ શાના માટે થઇ રહ્યું છે ? તેનો એક જ જવાબ છે ક્યાંય ને ક્યાંય ધન કમાઈ લેવાની, વધુ ને વધુ સુખી બની જવાની કારમી લાલસા માનવના મનનો કબજો લઈ બેઠી છે.
પૈસાને જ જીવનનું અંતિમ લક્ષ માની લઈને આજની દુનિયા અતિ ભયંકર કક્ષાનાં પાપો આચરી રહી છે.
પરંતુ કરુણ હકીકત એ છે કે અન્યાયથી, અનીતિથી ઘોર હિંસા અને