________________
અષ્ટક પ્રકરણ
૧-મહાદેવ અષ્ટક
રહેવા માટે માત્ર ત્રણ પગલા જેટલી ભૂમિ તેની જ પાસે માગી. બલિએ તે સ્વીકાર્યું. બલિએ ત્રણ પગલા જેટલી જમીન આપી એટલે ત્રણ પગલાથી વિષ્ણુએ ત્રણે લોકને પોતાના અધિકારમાં લઇ લીધા. આથી સ્થાન રહિત બનેલા બલિને પાતાળમાં નાખ્યો.
(૧૦) પ્રશ્ન- ચંદ્ર ક્ષયવાળો (=ક્રમશઃ ક્ષીણ બનતો) કેવી રીતે થયો ?
ઉત્તર– દક્ષ (મુનિ)ની સત્તાવીશ પુત્રીઓ હતી. તેમને ચંદ્ર પરણ્યો. તે સ્ત્રીઓમાં ચંદ્ર રોહિણીમાં આસક્ત થયો. અપમાનિત થયેલી બીજી સ્ત્રીઓએ પિતાને જણાવ્યું. પિતાએ શાપ આપીને ચંદ્રને ક્ષયવાળો (=ક્રમશઃ ક્ષીણ બનતો) કર્યો. પછી દેવોથી પ્રસન્ન કરાયેલા દક્ષે કૃપા કરીને એકપક્ષમાં વૃદ્ધિમાન કર્યો.
(૧૧) સર્પો બે જીભવાળા થયા તે આ પ્રમાણે–દેવોએ ક્ષીરસમુદ્રનું મંથન કરીને અમૃત ઉત્પન્ન કર્યું. તે અમૃતના કુંડો ભર્યા અને ઘાસથી ઢાંકી દીધા. તેનું રક્ષણ કરવાનો અધિકાર સાપોને સોંપ્યો. તેથી એકાંત જાણીને સર્પોએ અમૃત પીવાનું શરુ કર્યું. તેથી ઘાસ વડે તેમની જીભ બે વિભાગમાં કરાઇ. આ વિષે બીજાઓ તો કહે છે કે, અમૃતપાનમાં પ્રવૃત્ત થયેલા તેમની જીભનો ઇંદ્ર વજ ફેંકીને ભેદ કર્યો. (તેથી બે જીભ થઇ.)
(૧૨) રાહુનું માત્ર મસ્તક રહ્યું તે સંબંધી વૃત્તાંત આ પ્રમાણે છે- દેવોએ અમૃતના કુંડો ભર્યા. વિષ્ણુને તેની રક્ષા કરવાનો અધિકાર સોંપ્યો. પછી વિષ્ણુ અન્ય કાર્યમાં વ્યાક્ષિપ્ત (વ્યસ્ત) હતા ત્યારે રાહુએ અમૃત પીવાનું શરૂ કર્યું. વિષ્ણુએ રાહુને અમૃત પીતો જોઇને ચક્ર ફેંકીને તેના મસ્તકને છેદી નાખ્યો. અમૃત પીધું હોવાથી તેનું મસ્તક અજર અમર બન્યું.
બ્રહ્માનું મસ્તક છેદાયું વગેરે બે શ્લોકોનું વ્યાખ્યાન કર્યું.
તથા–“જેનો ત્રણ ભુવનમાં સંયમ પ્રસિદ્ધ થયો છે તે આ શંકર કામદેવ વડે અમે જિતાયેલા છીએ એ કારણથી પ્રિયાના હાથને પોતાના હાથથી પરિતાડન કરતો ( દબાવતો) અને પ્રિયાના વિરહથી કાયર બનેલો હમણાં શરીરથી પ્રિયાને ધારણ કરે છે. આનાથી જેને હાસ્ય ઉત્પન્ન થયું છે તેવો કામદેવ જય પામે છે.”
તથા– “જો દિશા એ જ વસ્ત્રો છે તો એને ધનુષનું શું પ્રયોજન છે? તથા શસ્ત્રથી સહિતને ભસ્મનું શું પ્રયોજન છે ? હવે જો ભસ્મ છે તો સ્ત્રી શા માટે છે ? જો સ્ત્રી છે તો કામ ઉપર દ્વેષ કેમ કરે છે ? આ પ્રમાણે પોતાના સ્વામીની આ પરસ્પર વિરુદ્ધ ચેષ્ટાને જોતો ભૂંગી (=મહાદેવનો સેવક) કોમળ સિરાઓમાં જામી ગયેલા મેલવાળા (અથવા ઘટ્ટનશોથી કઠોર બનેલા) અને જેમાં માત્ર હાડકાં બાકી રહ્યાં છે એવા શરીરને ધારણ કરે છે.” (૧-૨).
एवमपायापगमातिशयद्वारेण महादेवत्वमुक्तम् । अथ गुणातिशयप्रतिपादनतस्तदेवाहयो वीतरागः सर्वज्ञो, यः शाश्वतसुखेश्वरः । क्लिष्टकर्मकलातीतः, सर्वथा निष्कलस्तथा ॥३॥ यः पूज्यः सर्वदेवानां, यो ध्येयः सर्वयोगिनाम् ।
यः स्रष्टा सर्वनीतीनां, महादेवः स उच्यते ॥४॥ ૧. જેનો ત્રણ ભુવનમાં સંયમ પ્રસિદ્ધ થયો છે એ કથન કટાક્ષમાં કર્યું છે.