________________
સંપરાથી કહેવાય છે. એના પણ ઉપરવાળાની જેમ “ક્ષક” અને “ઉપશમક” એમ બે પ્રકાર છે. અને એનું ગુરુસ્થાન “સૂમસં૫રાય ' ગુરુસ્થાન કહેવાય છેઆ પ્રમાણે દસમું ગુણસ્થાન છે.
જેણે વિદ્યમાન એવા પણ કલાને ઉપશમાવ્યા છે અને વિપાક કે પ્રદેશના ઉદય વગેરેને ગ્ય રહેવા દીધા નથી એવા, કષાય રહિત-છદ્યસ્થ વીતરાગનું જે ગુણસ્થાન છે તે ઉપશાંત મેહગુણસ્થાન કહેવાય છે
આ ગુણસ્થાને રહેલ મુનિ ઉપશમશ્રેણિની શરૂઆતમાં, અવિરત રહીને કે દેશતઃ 'વિરત થઈને, પ્રમાદમાં રહીને કે પ્રમાદ ત્યજીને, અનંતાનુબંધી કષાને શીધ્રપણે શમાવી દઈને પછી શુધ્ધ બુદ્ધિથી ત્રણે દર્શન મેહનીયને શમાવે છે.
કર્મગ્રંથની વચૂરિ-ટીકામાં તે એમ કહ્યું છે કે-અપ્રમત્ત યતિ જ ઉપશમણિએ ચઢી શકે છે. કેટલાક આચાર્યોનું વળી એવું માનવું છે કે અવિરત, દેશવિરત, પ્રમત્ત કે અપ્રમત્ત હરકે યતિ ચઢી શકે છે.
પહેલા ત્રણ સંહનન-સંઘયણને ધારણ કરનારા ઉપશમશ્રેણિને આશ્રય કરે છે; “અર્ધનારાચ' વગેરે બીજા ત્રણ સંઘયણવાળા એને આશ્રય કરતા નથી.
વૃત્તિમાં પણ કહ્યું છે કે પહેલા ત્રણ, સંઘયણવાળા જ ઉ શમશ્રેણિએ ચઢે છે.
વળી, એણે પ્રમત્ત” અને “અપ્રમત્ત ની વચ્ચે સેંકડો પરિવૃત્તિ (ફેરા) કરીને, અને પછી “અપૂર્વકરણ' ગુણસ્થાને પહોંચીને, પુરુષવેદ-સ્ત્રીવેદનપંસદ એમ ત્રણ પદ-પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને સંવલન એમ ત્રણ પ્રકારને ક્રોધ-એ જ ત્રણ પ્રકારનું માન, એ જ ત્રણ પ્રકારની માયા, બીજા ત્રીજા પ્રકારનો લોભ, તથા હાસ્ય વગેરે છ પ્રકૃતિ,-એમ સર્વ મળીને વશ પ્રકૃતિઓ નવમે ગુણસ્થાને શમાવેલી છે અને અત્યંત દુર્જય એવા સંજવલન લેભને દશમે ગુણસ્થાને ઉપશમાવેલ હોય છે એટલે ત્યાં એક સમયથી માંડીને ઉત્કૃષ્ટ અક્તમુહૂર્ત સુધી એને કષા ઉપશાંત રહે છે.
ત્યાર પછી ત્યાંથી નિયમિત ચેકસ (ગુરુસ્થાની) કાળસ્થિતિ પૂર્ણ થયે અથવા ભવને અન્ન આવ્યું એ પુનઃ પડે છે. એમાં પણ જે કાળ પૂર્ણ થયે પડે છે તે પશ્ચાનુપૂવી ડે છેક “પ્રમત્ત” ગુણસ્થાન સુધી ઉતરતે ઉતરતે જાય છે.
વળી કેઈક તે પડતાં પડતાં એ કરતાં પણ હેઠળના બે ગુણસ્થાન સુધી ઉતરી પડે છે અને કેઈક તે સાસાદન ભાવ પામીને છેક મિથ્યાત્વ ગુણસ્થાને આવી પડે છે. અને એવી રીતે પડ્યા પછી કઈ જીવ તદ્દભવક્ષગામી થતો નથી, કે તે વળી અર્ધ પુદ્ગલપરાવર્તથી કંઈક ન્યૂન એટલા વખત સુધી સંસારમાં રઝળે છે. એ સંબંધમાં મહાભાગ્યમાં કહ્યું છે કેયદ્યપિ કષાય ઉપશાંત થયા હોય તો એના અનંત પ્રતિપાત થાય છે, માટે લેશ પણ કષાય શેષ રહ્યો હોય ત્યાં સુધી એ વિશ્વાસ એગ્ય નથી. હવે જે પ્રાણીના ભવનો અંત આવ્યું પડે છે તે તે પહેલે જ ક્ષણે બંધન આદિ સર્વે કરણ પ્રવર્તાવે છે.
વળી બધ્ધાયુ એ કઈ પણ જ્યારે શ્રેણિ પર રહ્યો રહ્યો આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામે છે ત્યારે એ નિયમિત અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય છે. . “ભાગ્ય'ની વૃત્તિમાં પણ કહ્યું છે કે