________________
સનકુમાર અને ઈશાનની ઊંચે સમશ્રેણીમાં મહેન્દ્ર કપ છે. આ બેની વચ્ચે પરંતુ એ બંનેથી ઊંચે બ્રહ્મલેક છે. એના ઉપર એક એકથી ઊંચે લાંતક, મહાશુક અને સહસ્ત્રાર એ ત્રણ દેવ લેક છે. એની ઉપર સંધર્મ તથા ઈશાનની માફક આનત ને પ્રાણત, એની ઉપર સમશ્રેણીમાં સનકુમાર ને મહેન્દ્રની જેમ આરણ ને અશ્રુત દેવલેક આવેલા છે.
સૌધર્મ તથા ઇશાનની નીચે પહેલા પ્રકારના, સનસ્કુમાર અને મહેન્દ્રની નીચે બીજા પ્રકારના અને લાંતકની નીચે ત્રીજા પ્રકારના કિબિષક દે વસે છે તેને અસ્પૃશ્ય જેવા ગણવામાં આવે છે - પાંચમા બ્રહ્મલેકની ચારે દિશા, ચારે વિદિશા ને મધ્યભાગમાં નવ પ્રકારના લોકાંતિક દે વસે છે. તેમના નામ-સારસ્વત, આદિત્ય, વા, અરુણુ, ગાય, તુષિત, અવ્યાબાધ, મરુત ને અરિષ્ટ. આ દેવે વિષય-રતિથી વિમુખ છે તેથી તેમને દેવર્ષિ' તરીકે સધવામાં આવે છે. જિનેશ્વરના નિષ્ક્રમણ સમયે એટલે ગૃહનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરે તે સમયે તેમની પાસે આવી “યુસર યુક્સા” એવા શબ્દો ઉચ્ચારે છે.