________________
શ
૧૬, સમ્યક્ત્વકાર
મુખ્ય-શબ્દ પ્રશ'સા અથવા અવિરુદ્ધ અમાં છે. સમ્યગ્ જીવાના ભાવ-પરિણામ તે સમ્યક્ત્વ એટલે કે પ્રશસ્ત અથવા મેાક્ષને અવિધી આત્માના જે ભાવવિશેષ તે સમ્યક્ત્વ કહેવાય છે
૧ ઉપશમ, ૨ ક્ષયાપશ્ચમ, ૩ ક્ષાયિક, ૪ મિશ્ર, ૫ સાસ્વાદન અને ૬ મિથ્યાત્વ એ છ સમકિત છે.
૧ ઉપશમ—અનંતાનુબંધી ચાકડી તથા સમ્યક્ત્વ મેહનય, મિશ્રમેાહનીય અને મિથ્યાત્વ માહનીય-એ ત્રણ દર્શનમેહનીય એટલે એ સાત કમપ્રકૃતિઓની અંતર્મુહૂત સુધી તદ્દન ઉપશાંતિ થવાથી જે સમ્યક્ત્વભાવ પ્રગટ થાય તે ઉપશમ સમ્યક્ત્વ. તે વખતે આત્મા સાથે સાતે પ્રકૃતિ હાય છે, પરંતુ ભારેલા અગ્નિની માફક શાંત હેવાથી તેના વિપાક ઉદય હતા નથી. આ સમકિત એક ભવમાં બે વાર અને સમગ્ર ભચક્રમાં પાંચ વાર પ્રાપ્ત થઇ શકે છે. અંતર્મુહૂત'થી વિશેષ સમય આ સમ્યક્ત્વ ટકતું નથી,
૨ ક્ષયાપશમ—ઉપર વવી તે સાત પૈકી સમકિત મેહનીય કમપ્રકૃતિ સિવાય છની ઉપશાંતિ હૈાય છે. ફક્ત સમ્યકૃત્વ મેાહનીય કર્મના ઉદય થઇ ક્ષય થતા હોય છે તેથી ક્ષય અને ઉપશમ યુક્ત સમકિત તે ક્ષયે પશમ. આના ઉત્કૃષ્ટ ૬૬ સાગરે પમથી અધિક કાળ છે. શંકા, આકાંક્ષા વિગેરે અતિચાર ના તેટલા પૂરતા સભત્ર આમાં હોય છે,
૩ ક્ક્ષાયક—ઉપર જણાવી તે સ્રાતે કમ પ્રકૃતિને સંપૂર્ણ ક્ષય થવાથી આ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આના કાળ સાદિઅનંત છે અને તે પણ નિરતિચાર હાય છે.
૪ મિમ—ઉપર કહેલી સાતમાંથી મિશ્રમેહનીયની પ્રકૃતિ ઉદયમાં અને શેષ છ ઉપશાંત હાય, તે વખતે અંતર્મુહૂત સુધી સમકિત-મિથ્યારૂપ ભાવ મિશ્ર સમ્યક્ત્વ. આ સમકિતના ચેાગે જૈનધમ પર ન રાગ ઉપજે કે ન દ્વેષ થાય.
૫ સાસ્વાદન—ઉપર જણાવેલા અંતર્મુહૂતના વખતવાળા ઉપશમ સમકિતથી પડીને મિથ્યાત્વે પહાંચતા પહેલાં એક સમયથી માંડી છ આવલિકા સુધી સમ્યક્ત્વના યત્કિંચિત સ્વાદરૂપ આ સમકિત હોય છે. દા. ત. ક્ષીરનુ ભજન કરતાં કાઇ પણ કારણે વમન થઇ જાય છતાં તેને જેમ ક્ષીરના કઇક પણ સ્વાદ ગળામાં આવે છે તે પ્રમાણે આ સમકિત જાણવું.
૬ મિથ્યાત્વ—અનંતાનુબંધી કષાય ચાકડી અને મિથ્યાત્વ માહનીયના ઉદ્ભયથી આ મિથ્યાત્વ હાય છે.
卐