________________
પરિશિષ્ટ બીજું
વિશેષ માહિતી અને ખુલાસા (૧) કાયસ્થિતિ માટે વિશેષ જોવું હોય તેમણે વિવાહ પ્તિ તથા કલમડલસરિનું કાયસ્થિતિ પ્રકરણ તથા પન્નવણા સુત્ર જોવું.
(૨) સ્ત્રીવેદની તથા નપુંસકવેદની જધન્ય કાયસ્થિતિ એક સમયની, જુઓ કાયસ્થિતિ પ્રકરણ ગાથા ૧૧.
(૩) ગુણસ્થાન દ્વારમાં સાસ્વાદનને જન્ય કાલ એક સમયને, ઉત્કૃષ્ટ કાલ છ આવલિને છે. જુઓ શ્રી વિચારસપ્તતિકા (સત્તરી) ગાથા ૭૪. ગુણસ્થાન માટે વિશેષ જોવું હોય તેમણે ઉપરનું પુસ્તક જેવું. કર્તા મહેન્દ્રરિ, ટીકા બનાવનાર કુશલસરિના શિષ્ય વિજયદેવસૂરિ.
(૪) શરીર કાર માટે શરીરની અવગાહના, સ્થિતિ, અલ્પબહુત્વ માટે વિશેષ જેવું હોય તેમણે વિચારપંચાશિકા જેવું. કતાં આનંદવિમલસરિના શિષ્ય વાનર મુનિ.
(૫) પર્યાપ્તિકાર માટે વિશેષ જેવું હોય તેમણે વિચારપંચાશિકા જેવું
(૬) દેવને પાંચ પર્યાપ્તિ પણ હોય છે કારણ કે તેમને વચનપર્યાપ્ત અને મનપર્યાપ્તિ સમકાલે જ થાય છે. જુઓ, વિચારસપ્તતિકા (સિતરી) ગાથા ૪૩ તથા વિચારપંચાશિકા ગાથા ૩૪ તથા રાયપસણીય સત્રમાં કહ્યું છે કે ત્યારપછી સુર્યાભદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિ ભાવને પામે, તે આ પ્રમાણે–આહાર, ઇન્દ્રિય, શરીર, ઉચ્છવાસ અને વચનપર્યાપ્ત. * ( ) વેદનીય કર્મની ૧૨ મુર્તની જધન્ય સ્થિતિ કહી છે તે કષાયવાળા છવાને આશ્રયીને સમજવી. અકષાયવાળા જીવો એટલે કેવલી અવસ્થામાં અંતર્મુદતની કહી છે, અષાય હોવાથી. જુઓ પૂજ્યપાદ ગુરુમહારાજે સંશોધન કરેલ ઉત્તરાધ્યયન સૂત્ર ૩૩ અધ્યયન, ગાથા ૧૯, ૨૦ તથા ટીકા.
( ૮ ) નરકમાંથી નીકળેલા જીવ પાછા નરકમાં ક્યારે જાય? ઉત્કૃષ્ટથી અનંતકાલ અર્થાત અનંતકાલ સુધી નરકમાં ન જાય. જઘન્યથી અંતર્મુહૂર્તમાં જાય. તે કેવી રીતે? નરકમાંથી નીકળીને ગર્ભપર્યાપ્ત માસ્યમાં ઉત્પન્ન થઈને અંતમુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને કિલષ્ટ અધ્યવસાય હોવાથી ફરીથી નરમાં ઉત્પન્ન થાય. જુઓ, પૂજ્યપાદ ગુરુમહારાજે સંશોધન કરેલ ઉત્તરાધ્યયન સૂવ અધ્યયન ૩૬, ગાથા ૧૬૮.
(૯) ક્રિબિષિયા ત્રણ પ્રકારે છે. ત્રણ પોપમના આયુષ્યવાળ, ત્રણ સાગરોપમના અને ૧૩ સાગરોપમના આયુષ્યવાળા. ત્રણ પલ્યોપમના ગાયુષ્યવાળા જ્યોતિષી દેવીની ઉપર અને સૌધર્મ તથા