________________
૧૨
કરે છે. પૂર્વના ગુણસ્થાનેમાં દળીઓની હાની રચના ને શુધ્ધની અલ્પતાને લઈને હેટી કાલ સ્થિતિવાળી કરી હતી અને આ ગુણસ્થાનમાં મહેટી રચનાને અલ્પકાળ સ્થિતિવાળી કરે છે; માટે પૂર્વની અપેક્ષાએ આ અપૂર્વ કાર્ય કહેવાય, વળી ચાલુ બંધાયા કરતી શુભ પ્રકૃતિઓને વિષે નહિં બંધાતી અશુભ પ્રકૃતિ દળને પ્રતિક્ષણે અસંખ્યગણે ક્ષેપ કે સંક્રમ-એનું નામ ગુણસંક્રમ એને પણ સંયમી અહિં શુષ્યિના પ્રકર્ષ એટલે કે વિશેષપણાને લઈને અપૂર્વ કરે. વળી પૂર્વના ગુણસ્થાનકમાં અશુષ્યપણાને લઈને સંયમીને એ દીર્વસ્થિતિ બાંધેલી. પણ અહિં તે વિશુદ્ધિને લઈને અપૂર્વ એવી એ સ્થિતિને એ પાપમના અસંખ્યાતમા ભાગે કરીને ઘટાડતા જાય છે. એવાં એવાં કારણોથી એનું આ ગુણસ્થાન અપૂર્વકરણ નામનું કહેવાય છે. વળી એનામાં ખપાવવાની અને ઉપશમાવવાની યોગ્યતા હોવાથી એના ક્ષેપક અને ઉપશમક એમ બે ભેદ પડે છે. જો કે એ ખપાવતા નથી અને ઉપશમાવતે પણ નથી તે રાજાને યોગ્ય એક રાજકુમાર જેમ રાજા કહેવાય છે તેમ એ (ક્ષપક અને ઉપશમક) કહેવાય છે. આ અન્તર્મુહૂર્ત જેટલી અપૂર્વકરણ સ્થિતિને પહેલી જ ક્ષણે આ આઠમાં ગુણસ્થાને પહોંચેલા ત્રણે કાળના પ્રાણિઓને અપેક્ષીને અધ્યવસાયના જઘન્યથી ઉત્કૃષ્ટ પર્વત અસંખ્યસ્થાને થાય છે અને એ સ્થાને લેકાકાશના અસંખ્ય પ્રદેશો જેટલા હેય, અને પછી બીજા, ત્રીજા વગેરે ક્ષણેમાં એથી અધિક અધિક હોય છે. આદ્ય સમયે અધ્યવસાયનું સ્થાન જઘન્યત: જેટલું ઉજવેલ હોય એના કરતાં અનંત ગુણ ઉજજવળ (આધક્ષગુનું) ઉત્કૃષ્ટ હોય.
દ્વિતીયક્ષણનું અધ્યવસાય સ્થાનક જઘન્યતઃ આદ્ય ક્ષણના કરતાં અનંતગુણ ઉજજવળ હેય. એવી રીતે અનિતમ ક્ષણ સુધી પહોંચતામાં ઉજજવળતા અનન્તગણી વધતી વધતી જાય છે. વળી એમાંના એકેક ક્ષણના અધ્યવસાયના પરસ્પર છ સ્થાન પડે છે. સમકાલે આ ગુણસ્થાને પહોંચેલા અનેક ભવ્ય જીને એ (છ રથાનવલય) પરસ્પર વર્તતું હોય છે. આવું અ વું જેમનું સ્વરૂપ છે એવા આ અધ્યવસાય સ્થાનેની આવૃત્તિરૂપ લક્ષણવાળી નિવૃત્તિ કહેવાય છે; માટે આ ગુણસ્થાનને બુદ્ધિમાને નિવૃત્તિ ગુણસ્થાન પણ કહે છે. આ પ્રમાણે આઠમું ગુણસ્થાન સમજવું, તેને કાલ અંતર્મુહૂર્તાને છે.
વળી પરસ્પર અધ્યવસાય સ્થાનની આવૃત્તિરૂપ લક્ષણવાળી નિવૃત્તિ જેને નથી એ પ્રાણી અનિવૃત્ત કહેવાય છે. વળી કિટ્ટીરૂપ કરેલા સૂક્ષ્મસં૫રાયની અપેક્ષાએ જેને આ કષાય પૂલ અર્થાત્ બાદર હોય એ પ્રાણી બાદર સં૫રાય કહેવાય, અનિવૃત્તિ અને બાદર સંપરાય એ બે પાને કર્મધારયા સમાસ કરીએ એટલે અનિવૃત્તિ બાદર સં૫રાય એમ વિશેષણ થયું. એ અનિવૃત્ત બાદરભંપરાય પ્રાણીનું ગુણસ્થાન તે અનિવૃત્ત બાદર સં૫રાય ગુણસ્થાન કહેવાય. અંતમુહર્ત પ્રમાણુ એવા આ ગુણસ્થાનનાં જેટલા ક્ષણે-સમયે છે તેટલાં જ એના અધ્યવસાયનાં સ્થાન છે એમ જિનેશ્વર ભગવતે કહ્યું છે. કેમકે સમકાલે આ ગુણસ્થાને પહોંચેલા અનેક પ્રાણીઓનું અધ્યવસાય. સ્થાન એક જ છે એમ જિનેશ્વર પ્રભુએ કહ્યું છે. વળી આ ગુરુસ્થાનમાં અધ્યવસાયનું સ્થાન પ્રત્યેક ક્ષણે ઉત્તરોત્તર અનન્ત-અનન્તગણું શુદ્ધ થતું જાય છે. વળી એના ક્ષેપક અને ઉપશમક એવા બે ભેદ છે કેમકે એ મેહનીય કર્મને ખપાવે છે અથવા ઉપશમાવે છે
આ પ્રમાણે નવમું ગુણસ્થાન કહ્યું. આને કાલ અંતમુહૂનો છે. ભકવાયના ઉદયરૂપ લક્ષણવાળ, કિટ્ટીરૂપ કરેલે સૂક્ષ્મપરાય જે પ્રાણીને હોય એ સૂક્ષ્મ