________________
૧૫૮
૩૮. ઔદયિકમાવકાર
પરિચય
ઔદયિકભાવનાં એકવીશ ભેદ છે-૪ ગતિ, ૪ કષાય, ૩ વેદ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસિધ્યપણું, અસંયતાપણું અને છ વેશ્યા
ગતિનામકર્મના ઉદયને લીધે અમુક ભવથી ભવાંતરમાં જવાની જે ગ્યતા પ્રાપ્ત થાય તેને ગતિ' કહેવામાં આવે છે.
ચારિત્ર મિહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતાં કલુષિત ભાવ કષાય' કહેવાય છે. ' વેદ-મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતી વિષયસેવનની ઇચ્છા તે દિ' સમજ. અતત્તમાં તત્વબુદ્ધિ તે મિથ્યાત અગર મિથ્યાદર્શન છે. મિથ્યાત્વ મેહનીયના ઉદયને લીધે ઉત્પન્ન થતાં અતત્વજ્ઞાનને અજ્ઞાન' કહેવામાં આવે છે. કમને ઉદય જ્યાં સુધી હોય ત્યાં સુધી અસિધ્ધપણું સમજવું.
અપ્રત્યાખ્યાનાવરણીય વિગેરે કષાયના ઉદય દરમ્યાન ઉત્પન્ન થતા અને સાવદ્ય વેગથી નિવૃત્ત નહીં થનારા ભાવને “અસંયત કહેવાય છે.
માનસિક વ્યાપારથી ઉત્પન્ન થતાં પરિણામ-અધ્યવસાયને વેશ્યા' કહેવાય છે.
જેટલી કમપ્રકૃતિઓ જીવને ઉદયમાં વર્તતી હોય તે બધી દયિક ભાવજન્ય સમ'જવી, પરંતુ અહીં તેના સંક્ષેપમાં એકવીશ ભેદ દર્શાવ્યા છે
ગતિ, કષાય, વેદ, મિથ્યાત્વ, અજ્ઞાન અને લેગ્યા સંબંધી વિશેષ વિવેચન માટે અનુકેમે જુઓ દ્વાર ને, ૯, ૭, ૧૨, ૫, ૫ અને ૮