________________
૨૨૨
કર્મચન્થની ગાથા ૫૮ના ભાંગામાં એથે ગુણસ્થાને દારિકમિશ્ર કાયયોગે વર્તતાને નપુંસદને નિષેધ કર્યો છે અને જે અનુત્તરવાસી દેવતાઓ મરણ પામી ગર્ભજ ઉત્પન્ન થાય છે ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં નપુંસકપણે ઉત્પન્ન થતા નથી માટે પાંચ અનુત્તર બાદ કર્યા છે. (૨૨-૨૫) સર્વે પ્રકારના જીવોમાં ચારે કષાય હોય, (૨૬-૨૮) પંચેન્દ્રિય પ્રમાણે જાણવા, પરંતુ તેઉ તથા વાયુકાયના જીવના આઠ ભેદ બાદ કરતાં ૩૬૩ થાય; કારણ કે એમાંથી આવેલો છવ સમકિત પામતો નથી તેથી જ્ઞાન ન હોય. (૨૯) ૮૪ પર્યાપ્તા દેવો, ૧૦૧ સંભૂમિ અપર્યાપ્તા તથા ૧૫ કર્મભૂમિના પર્યાપ્તા તથા અપર્યાપ્તા. તેઉ અને વાઉ સિવાયના તિર્યંચે અને પાંચ નારકીઓ પહેલી પાંચ સુધી ચારિત્ર પામી શકે. પરમાધામી મરણ પામી અંડગોલિક મચ્છ થાય છે એમ દ્રવ્યપ્રકાશના ૮મા સર્ગમાં બતાવેલ છે માટે મન:પર્યવજ્ઞાનમાં ૧૫ પરમાધામી મરીને આવે નહિ. (૩૦) સૂક્ષ્મ પૃથ્વીકાય, બાદર પૃથ્વીકાય, સૂક્ષ્મ બાદર અપકાય, સૂકમ બાદર સાધારણું વનસ્પતિકાય અને બાદર પ્રત્યેક વનસ્પતિકાય-એ સાત પર્યાપ્તા તથા સાત અપર્યાપ્તા કુલ ૧૪, અને સંભૂમિ તિર્યંચ પંચેન્દ્રિય પાંચ પર્યાપ્તા અને પાંચ અપર્યાપ્તા પાંચ ગર્ભજ તિર્યંચ પર્યાપ્તા અપર્યાપ્તા કુલ ૩૪, અહિં તિર્યંચમાં તથા મનુષ્યમાં પર્યાપ્તા અપર્યાપ્તા ગ્રહણ કર્યા છે, દ્રવ્ય પ્રકાશ સર્ગ થી આઠ સુધીમાં અંતરાપ્તિ દ્વારમાં કોઈ ઠેકાણે પર્યાપ્તા અપર્યાપ્તા, વિવક્ષા નહિ ગ્રહણ કરેલ હોવાથી અમે અપર્યાપ્તા લખ્યા છે અને સર્ભ પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાયમાંથી આવેલા બાદર પર્યાપ્તા પૃથ્વીકાયાદિકની પેઠે બીજા ભવમાં મોક્ષપ્રાપ્તિ કહી છે. જુઓ દ્રવ્ય પ્રકાશસર્ગ ૪. ૧૫ કર્મભૂમિ પર્યાપ્તા તથા અપર્યાપ્તા. દેવતામાં ૧૫ પરમાધામી અને ત્રણ કિબિપીઆ વર્જીને ૮૧. પ્રથમની ચાર નારકી. (૩૧-૩૩) દેવતાના ભેદમાંથી નવ લેકાન્તિક અને પાંચ અનુત્તર વિમાનવાસી દે છોડીને ૮૫ પર્યાપ્તા દેવ ભેદ મરણ પામી મતિજ્ઞાનમાં આવી શકે છે. ૧૦૧ સંભૂમિ મનુષ્ય અપર્યાપ્તા, ૧૦૧ ગર્ભજ મનુષ્ય પર્યાપ્તા, ૧૫ કર્મભૂમિના મનુષ્ય અપર્યાપ્તા કુલ ૨૧૭ તથા તિર્યંચના ૪૮ અને નારકી સાત પર્યાપ્તા. (૩૪-૩૬) મન:પર્યવજ્ઞાન પ્રમાણે. (૩૭-૩૮) કેવળજ્ઞાન પ્રમાણે. શંકા આ પ્રમાણે છે કે–પરમાધામી અને કિટિબષિઆમાંથી નીકળેલ આત્મા બીજા ભવમાં મનુષ્યપણામાં કેવળજ્ઞાન અને ઉપશમણિ અને ક્ષપકશ્રેણિ આ ત્રણ વસ્તુ પ્રાત કરે કે કેમ ? જે પ્રાપ્ત કરતા હોય તો દેવતાના ૯૮ ભેદ લાભવા જોઈએ. (૩૯) ૯૯ પર્યાપ્તા દે, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતર્દી પના ગર્ભજ મનુષ્યો મૃત્યુ પામીને દેવ જ થાય તેથી તે સિવાયના ૧૩૧ મનુષ્ય તેલ અને વાઉ સિવાયના તિર્યએ તથા નારક સુધીના જીવો દેશવિરતિ પામે. (૪૦-૪૨) પંચેન્દ્રિય પ્રમાણે. (૪૩) અવધિજ્ઞાન પ્રમાણે. (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે. (૪૫-૫૧) પંચેન્દ્રિય પ્રમાણે. (૧૨) નવ કાતિક અને પાંચ અનુત્તર સિવાયના ૮૫ પર્યાપ્તા, અભવ્ય કુલક ૧૫ પરમાધામીને ભવ્ય કહ્યા છે એ અભિપ્રાયે દેવતાના ૭૦ પણ લાજેપરમાધામી સિવાય બાકી અવધિજ્ઞાનવત. (૫૩-૫૪) અવધિજ્ઞાન પ્રમાણે. (૫૫) ૧૫ પરમાધામી મરણ પામી મચ્છ થાય છે માટે અનંતર ભવમાં ક્ષાયિક સમકિત પામતા નથી. (૫૬-૫૮)પંચેન્દ્રિય પ્રમાણે (૬૦) ૧૦૧ સંમૂર્ણિમ મનુષ્ય અપર્યાપ્તા તથા ૧૫ કર્મભૂમિ પર્યાપ્તા તથા અપર્યાપ્તા, (૬૧) પંચેન્દ્રિય પ્રમાણે. (૨) પંચેન્દ્રિય પ્રમાણે. આ દરેક જીવભેદ મરણ પામી વક્રગતિમાં આવવાનો સંભવ છે અને વક્રગતિમાં છવે અણુહારી હોય છે તેથી વક્રગતિએ જીવના ૩૭૧ ભેદ પામે.