________________
૨૬, ચતુસંગાદ્વાર
પરિચય भूतभवद्भाविभावस्वभावपर्यालोचनं सा विद्यते येषां ते संझिनः विशिष्टस्मरणादिमनोविज्ञानभाज इत्यर्थः। अथवा-संज्ञायते-सम्यकपरिच्छिद्यते पूर्वोपलब्धो वर्तमानो भावी च पदार्थो यथा सा संज्ञा ।
આહાર, ભય, મિથુન અને પરિગ્રહ-એ ચાર સંજ્ઞા છે. જ્ઞાનરૂપ અને અનુભવરૂપ એમ બે પ્રકારની સંજ્ઞા છે.
પહેલી જ્ઞાનરૂપ-એ પાંચ પ્રકારના જ્ઞાનરૂપ છે. બીજી અનુભવરૂપ-એ અસાતવેદનીય આદિ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલી છે અને આહાર વિગેરે ભિન્ન ભિન્નરૂપે પરિણમવાને લીધે એના ચાર પ્રકાર થાય છે. સ્થાનાંગ સૂત્ર ઉદ્દેશ ૪, સૂત્ર ૩૫૬, આગોદય સમિતિ ભાગ ૧, પત્ર ૨૭૭માં કહ્યું છે કે-આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રસંજ્ઞા એમ પ્રાણી માત્રને ચાર સંજ્ઞાઓ છે. - સુધા લાગવાથી જીવને આહારની અભિલાષા થાય એ આહાર સંજ્ઞા. શેષ સંજ્ઞાઓ મેહ નાયકમને લઈને થાય છે. ત્રાસરૂપ ભયને અનુભવ થાય એ ભયસંજ્ઞા, વેદયને લીધે પ્રાણીઓ માત્રને સ્વાભાવિક એ જે હવસ તેને લઈને મૈથુનની ઈચ્છા થાય એ મિથુનસંજ્ઞા. લેના ઉદયથી ઉત્પન્ન થાય એ પરિગ્રહસંજ્ઞા. આ સંજ્ઞા એકેન્દ્રિય પ્રાણીઓમાં ઉપભેગરહિતપણે અપ્રગટ રૂપે હોય છે. શ્રી ભગવતી સૂત્ર સાતમા શતકના આઠમા ઉદ્દેશામાં સૂત્ર ૨૯૬, આગમેદય સમિતિવાળું પત્ર ૩૧૪. સર્વ જીવોને આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લેક અને એવા એમ દશ સંજ્ઞાઓ કહેલી છે.
સંજ્ઞા એકેન્દ્રિય જીવોમાં પણ હોય છે, એમ વૃક્ષોને દાન આપીને સિદ્ધ કર્યું છે. (૧) આ પ્રમાણે વૃક્ષોને જલાધાર છે. (૨) વૃને ભય હોય છે, કેમકે એઓ પણ પામે છે, એ ભય વિના હેય નહિ. (૩) લતાઓ, વેલાઓ તંતુઓ વડે વૃક્ષને વીંટી વળે છે, એ પરિગ્રહ સંજ્ઞા નહિ તે બીજું શું? (૪) વળી સ્ત્રી આલિંગન દે છે એટલે કુરબક વૃક્ષ ફળે છે. એટલે વૃક્ષમાં મિથુન સંજ્ઞા પણ પ્રસિદ્ધ થાય છે. (૫) કેકનદ એટલે રક્ત જલકમળ હુંકાર શદ કરે છે. એ માં ક્રોધસંજ્ઞા છે એમ પૂરવાર કરે છે. (૬) રૂદંતી નામની વેલી ઝરે છે. એ માન સૂચવે છે. (૭) લતાએ પિતાના ફળ ઢાંકી રાખે છે, એ માયા. (૮) પૃથ્વીમાં કઈ સ્થળે નિધિ હોય છે એની ઉપર બિલપલાશ વૃક્ષ પિતાનાં મૂળ ઘાલે છે એ એનામાં લેભ પ્રકૃતિ છે એમ દેખાડી આપે છે. (૯) રાત્રિ પડે છે ત્યારે બધા કમલ પુખે સકેચાઈ જાય છે. એનું કારણ લેકસંજ્ઞાને સદભાવ અને (૧૦) વેલાઓ માર્ગ શોધતાં વૃક્ષ પર ચઢે છે એ એમનામાં એuસંજ્ઞા પૂરવાર કરે છે
સંજ્ઞા માટે પન્નવણું સૂત્ર આઠમું પદ, તથા આચારાંગ સૂત્ર પ્રથમ ઉદેશે વાંચવા. આ પછીના સત્તાવીશમા દ્વારમાં જણાવાતી દીર્ધકાલિકી વિગેરે સંજ્ઞા આથી ભિન્ન જાણવી.