________________
૧૧૫
૩૭. પશમભાવદ્વાર
પરિચય ક્ષાપશમિક ભાવના અઢાર ભેદ છે.–૧–૪ મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ૫-૭ મતિએજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિભાગન. ૮-૧૦ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન. ૧૧-૧૫ દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભાગલબ્ધિ, ઉપભોગલબ્ધિ અને વીર્ય લબ્ધિ. ૧૬ લાપશમિક સમ્યક્ત્વ, ૧૭ ક્ષાપશમિક ચારિત્ર અને ૧૮ દેશવિરતિ,
૧-૪ મતિજ્ઞાનાવરણીય, શ્રતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી મતિજ્ઞાનાદિક ક્ષાયોપથમિક જ્ઞાન પ્રગટે છે. * ૫-૭ જ્ઞાનથી વિપરીત અને અજ્ઞાન. મતિજ્ઞાનથી વિપરીત મતિઅજ્ઞાન, અતજ્ઞાનથી વિપરીત શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી વિપરીત વિર્ભાગજ્ઞાન કહેવાય છે. આની ઉત્પત્તિ પણ મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય અને અવધિજ્ઞાનાવરણીયના ક્ષપશમથી જ થાય છે, પરંતુ તેના સ્વામી જીવો મિથ્યાત્વયુક્ત હેવાથી અને તેને અમુક પ્રકારનું વિપરીત ભાસન પણું થતું હોવાથી અજ્ઞાન કહેવાય છે. - ૮-૧૦ ચક્ષુઃશન, અચક્ષુદર્શન અને અવધિદર્શન-એ ત્રણ દર્શને દર્શનાવરણીય કર્મના ક્ષયપશમથી થાય છે તેથી તે ક્ષાપશમિક દર્શન છે. (કેવળજ્ઞાન ને દર્શન ક્ષાયક હોવાથી તેને અહીં ગણાવ્યા નથી.)
૧૧-૧૫ પાંચ પ્રકારના અંતરાય કર્મના ક્ષપશમ દ્વારા પાંચે લબ્ધિ પ્રગટે છે. ( ૧૬. ક્ષાપશમિક સમ્યકૃત્વ-અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ એ બંનેનાં સર્વઘાતી
સ્પર્ધકોમાંનાં જે સ્પર્ધકો ઉદયમાં આવ્યા હોય તેને ક્ષય કરીને અને ઉદયમાં ન આવ્યાં હોય તેને ઉપશમ કરીને દેશઘાતી સ્પર્ધકના ઉદય દરમ્યાન પદાર્થને વિષે જે શ્રધ્ધા ઉત્પન્ન થાય છે તેને ક્ષાપથમિક સમ્યક્ત્વ કહેવાય છે.
૧૭. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ચોકડીએ બાર પ્રકારના કષાયમાંથી જે કઈ કષાય ઉદયમાં આવ્યા હોય તેને નાશ કર્યા પછી અને જે ઉયમાં ન આવ્યા હોય તેને ઉપશમાવીને સંજવલન કષાય તેમજ નવ નકષાય એમાંનાં કેઈને પણ યથાયોગ્ય ઉદય રહેતે છતે સાવદ્ય ગોમાંથી સર્વથા નિવૃત્ત રહેવારૂપ પરિણામને ક્ષાયોપથમિક ચારિત્ર કહેવામાં આવે છે.
૧૮ દેશવિરતિ-અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાની કોધાદિ કષાયરૂપ આઠ કષાયનાં સર્વ ઘાતી સ્પર્ધકમાંથી જે સ્પર્ધકે ઉદયમાં આવ્યા હોય તેને નાશ કરીને અને જે સ્પર્ધા ઉદયમાં ન આવ્યાં હોય તેને રેકી રાખીને અર્થાત ઉપશમાવીને પ્રત્યાખ્યાનાદિક દેશઘાતી સ્પર્ધકેમાંનાં કેઈપણ ઉદયમાં વર્તતા હોય તે દિશામાં દેશથી વિરતિરૂપ પરિણામને દેશવિરતિ અથવા ગૃહસ્થધર્મ કહેવામાં આવે છે.
SS