________________
જુઓ, તત્ત્વાર્થ ભાષ્ય. અધ્યા. ૩, સૂત્ર ૧૮. સંખ્યાતા દિવસ લખ્યા છે તે પર્યાપ્તા તેન્દ્રિયના સમજવો. સંખ્યાતા માસ લખ્યા છે તે પર્યાપ્તા ચૌરિન્દ્રિયના સમજવા. પન્નવણા સૂત્ર ૧૮, દ્રશ્યલે પ્રકાશ સર્ગ ૬. પંચસંગ્રહ ભાગ ૧. (૯) એક હજાર સાગરોપમથી અધિક, તથા પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા સંસી પચેન્દ્રિય અને તિર્યંચની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત અથવા આઠ ભવની છે. તેમાં ઉપરાઉપરી મનુષ્યના અથવા તિર્થચના ભવ થાય તે સાત ભવ * સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા થાય. અને આઠમે ભવ અસંખ્ય વર્ષના યુવાળા યુગલિકને જ થાય. તે પ્રમાણે પર્યાપ્ત મનુષ્ય અથવા પર્યાપ્ત સંસીતિયચના સાત ભવ અનુભવી આઠમા ભવમાં જો તે પર્યાપ્ત મનુષ્ય કે પર્યાપ્ત સંસી તિર્યંચ થાય તો અનુક્રમે અવશ્ય અસંખ્ય વર્ષના આયુવાળા યુગલિક મનુષ્ય અથવા યુગલિક તિર્યંચ થાય; પરંતુ સંખ્યાતા વર્ષના આયુવાળા ન થાય. અસંખ્યાતા વર્ષને આયુવાળા યુગલિકે મરણ પામી દેવલોકમાં જ ઉત્પન્ન થતા હોવાથી નવમો ભવ પર્યાપ્ત મનુષ્યને કે પર્યાપ્ત સંસી પંચેદ્રિય તિર્યંચને ન જ થાય. આ હેતથી પાછળના સાત ભવો નિરંતર થાય તે સંખ્યાતા વર્ષના યુવાળાં થાય. વચમાં અસંખ્ય વર્ષના યુવાળો એક પણ ભવ ન થાય; કારણ કે અસંખ્ય વર્ષના યુવાળા ભવની પછી તરત જ મનુષ્યને ભવ કે તિય"ચને ભવ અસંભવિત છે. આ પ્રમાણે જે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૂર્ણ કરે તેઓ આશ્રયી સમજવું. પર્યાપ્ત મનુષ્ય અને પર્યાપ્ત સંસીપંચેન્દ્રિય તિર્યચેના દરેક આઠે ભવને સઘળા મળી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાલ ખૂટી પૃથફત ત્રણ પોપમ થાય છે, તે આ પ્રમાણે
જ્યારે પર્યાપ્ત મનુષ્ય અથવા પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય તિર્યંચો પૂર્વના સાતે ભમાં પૂર્વ કેટીના આયુવાળા અને આઠમા ભવમાં ત્રણ પોપમના આયુવાળા થાય ત્યારે તેઓને સાત કેડ પૂર્વ વર્ષ અધિક
પોપમ ઉકષ્ટ કાયસ્થિતિ કાલ થાય છે. હવે અપર્યાપ્ત મનો અપર્યાપ્ત મનુષ્યપણે ઉપરાઉપરી ઉત્પન્ન થાય તે કેટલે કાલ ઉત્પન્ન થાય તે કહે છે કે-અપર્યાપ્ત અનેક મનુષ્ય અપર્યાપ્ત મનુષ્યપણે નિરંતર ઉત્પન્ન થાય છે તેઓને નિરંતર ઉત્પન્ન થવાને કાલ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણુ છે એટલે કે એટલા કાલ પર્યંત તેઓ નિરંતર ઉતપન્ન થઈ શકે છે. ત્યારપછી અંતર પડે છે, તથા વારંવાર ઉત્પન્ન થતા એક અપર્યાપ્ત મનુષ્યને કાલ જઘન્યથી પણ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે એટલે કે કોઈ પણ એક અપર્યાપ્ત મનુષ્ય ઉપરાઉપરી અપર્યાપ્ત મનુષ્ય થયા કરે તે તેને જધન્ય કાલ અંતમુહૂત અને ઉત્કૃષ્ટ કાલ પણ અંતર્મદૂત છે. તેને નિરંતર જેટલા ભવ કરે તેને સઘળે મળી અંતર્મુહૂર્ત કાલ થાય છે. (૧૦) અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી. પ્રજ્ઞાપના સૂત્ર ૧૮ માં કહ્યું છે. કોઈ જીવ વારંવાર પર્યાપ્ત બાદર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તે તે રૂપે ઉત્પન્ન થતા આદર પર્યાપ્ત પૃથ્વીકાયની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની છે. (૧૧) અસંખ્યાતી ઉત્સપિણી અવસર્પિણી. બાદર પર્યાપ્ત અપકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની પૃથ્વીકાયવત, (૧૨) અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી. બ દર પર્યાપ્ત તેઉકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાતા રાત્રિદિવસની જાણવી. જુઓ પન્નવણા સુત્ર ૧૮ ૫૬. (૧૩) અસંખ્યાતી ઉત્સપિણી અવસર્પિણી બાદર પર્યાપ્ત વાઉકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની પૃથ્વીકાયવત. (૧૪) અનંતી ઉસર્પિણી અવસર્પિણી. પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિની કાયસ્થિતિ ઉકૃષ્ટી સંખ્યાતા હજાર વર્ષની. (૧૫) બે હજાર સાગરોપમ
શ્ન ઉકૃષ્ટથી પૂર્વ કેટી વર્ષના આયુષ્યવાળા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગણાય છે અને તેનાથી સમય ૫ણ આધક આયુષ્યવાળા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા ગણાય છે. આ આયુ માટે વપરાતી પરિભાષા છે.