________________
૧૫૩
૫૦. શાનદ્વાર
પરિચય
[ પ ઘરનેતિ જ્ઞાન જેના વડે વસ્તુ જણાય (પરિદાય) તે જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે વસ્તુને વિશેષ પ્રકારે જાણવું તે જ્ઞાન-પાંચ ઇન્દ્રિય તથા મનદ્વારા જાણવું તે મતિજ્ઞાન, શાસ્ત્રો દ્વારા જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન, મન અને ઇન્દ્રિય વિના મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને જાણવાના તે અવધિજ્ઞાન, અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિયના મને ગત ભાવ જાણવા, તે મન:પર્યવજ્ઞાન, એક સમયમાં રૂપ અરૂપી પદાર્થોને જાણવા તેનું નામ કેવળજ્ઞાન. ]
વિવેચન
(૧) મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન હેય. ચારિત્રના અભાવે મત:પર્યવ તથા કેવળજ્ઞાન એ બંને ન હોય. (૨) પાંચે જ્ઞાન હોય. આ જ્ઞાન સયુગૃષ્ટિ જીવને હેય. (૩-૪) દેવની માફક જાણવું. સમ્યગૃષ્ટિ તિર્યંચોને મતિ તથા શ્રતજ્ઞાન હેય. કોઈકને ગુણ-યિક અવધિજ્ઞાન હોય કારણ કેતિયો પણ વ્રત, તપ કરી શકે. (૫)સિદ્ધાંતકારે એકેન્દ્રિયને સારવાદનભાવ માન્યો છે અને સારવાદનમાં મતિ તથા શ્રત એ બે જ્ઞાન હોય (૬-૮) બેઈન્દ્રિયોને કરણ અપર્યાપ્તાવસ્થામાં અ૯પકાળ સાસ્વાદન સમિતિ હેય છે. છવાભિગમ સૂત્ર ૨૮ મા માં બે જ્ઞા૦ને બે અજ્ઞાન દર્શાવ્યા છે. સિદ્ધ તકારના મત મુજબ જ્ઞાન બે હેય, (૯) મનુષ્ય પ્રમાણે જાણુવા. (૧૦-૧૪) એકેન્દ્રિય પ્રમાણે (૧૫-૧૮ ) પાંચે જ્ઞાન હોય. (૧૯) પ્રથમના ચાર (૨૦) સ્ત્રીના ચિહ્નવાળી તે દ્રવ્ય સ્ત્રી અને પુરુષ ઉપર અભિલાષાવાળી તે ભાવ સ્ત્રી જાણવી. તેમાં ભાવ સ્ત્રીમાં ચાર જ્ઞાન અને દ્રવ્ય સ્ત્રીમાં પાંચ જ્ઞાન જાણવા. (૨૧) કૃત્રિમ નપુંસકને પાંચે હય, ત્રણે લિંગે કેવળજ્ઞાન હોય પરંતુ વેદને ઉદય હોય ત્યાં સુધી તે પ્રથમને ચાર જ્ઞાન હેય. મૂળ નપુંસકને ત્રણ હેય કારણ કે કદાચ તે ચારિત્ર લે તે પણ તેને પશે નહિ તેથી મન:પર્યવ અને કેવળજ્ઞાન ને હય, (૨૨-૨૫) મતિ, શ્રત, અવધિ ને મન:પર્યવ હેય. કેવળજ્ઞાન ન હોય; કારણ કે ક્રોધને ઉદય નવમા ગુણઠાણુ સુધી હોય છે. કેવળજ્ઞાન તે તેરમે થાય છે (૨૬) મતિ, શ્રત, અવધિ અને મન:પર્યજ્ઞાન હોય. કેવળજ્ઞાન ન હોય, તરસાથે સૂવના પહેલા અધ્યયનનાં સૂત્ર ૩૧ માં કહ્યું છે કે- એકથી માંડીને એક સાથે ચાર જ્ઞાન હોય. કેવળજ્ઞાન હોય ત્યાં આ ચાર જ્ઞાન ન હોય. કેટલાક આચાર્યોનું એવું કથન છે કે જેમ સૂર્યની પ્રભામાં નક્ષત્ર વિગેરેની પ્રભા સમાઈને રહે છે તેવી રીતે કેવળજ્ઞાન હોવા છતાં ચારે જ્ઞાન રહી શકે છે. વળી કેટલાક આચાર્યોનું એવું કહેવું છે કે-આ ચાર જ્ઞાન ક્ષથે પરામ ભાવથી થાય છે અને કેવળજ્ઞાનીને
૨૦