________________
પર
૧૨. વેદદ્વાર વેશ રતિ પેટા ! જે અનુભવાય તે વેદ, વેદ વિષય સંબંધી અભિલાષારૂપ છે. તે ત્રણ પ્રકારે છે. ૧ પુરુષવેદ, ૨ સ્ત્રીવેર, ૩ નપુંસકે.
“વેદ” કહે, “જાતિ કહે કે લિંગ' કહે એ બધું એકાઈ જ છે, કેમકે વેદ, જાતિ ઈત્યાદિ લિંગના પર્યાય છે. આ લિંગ યાને વેદ, દ્રવ્ય અને ભાવ એમ ઉભય રૂપી છે, તેમાં દ્રવ્યવેદને અર્થ અમુક પૌગલિક આકૃતિ છે. તેના ઉપર મુજબના ૩ પ્રકાર છે. જેથી પુરુષને સ્ત્રીના સંસર્ગ-સુખની ઇચ્છા થાય તે પુરુષ-વેદ', જેથી સ્ત્રીને પુરુષના સંસર્ગ-સુખની અભિલાષા થાય તે “સ્ત્રી-વેદ', જેથી પુરુષ અને સ્ત્રી એ બંનેના સંસર્ગસુખની કામના થાય તે “નપુંસકવેદ' ત્રણ ભાવ-વેદે તૃણગ્નિ, ગેમિયાગ્નિ, નગરદાતાગ્નિ સદશ જાણવા. કહેવાનો મતલબ એ છે કે પુરુષ વેદને વિકાર સૌથી ઓછા સમય સુધી રહે છે. સ્ત્રી-વેદને વિકાર એનાથી વિશેષ કાળ સુધી અને નપુસક વેદને વિકાર એનાથી પણ વધારે સમય સુધી રહે છે, જે વાત આ ત્રણ દષ્ટાંતથી દર્શાવાય છે.
જેમ ઘાસ જી સળગી શકે છે, તેમ તે ઓલવાઈ પણ જદી જાય છે, તેવી રીતે પુરુષ-વેદને વિકાર તેની વિશિષ્ટ શરીરરચનાને લઈને સત્વર પ્રકટ થાય છે તેમ જ સત્વર શાંત પડી જાય છે.
સ્ત્રી-વેદને વિકાર છાણાના અગ્નિ જેવું છે, જેની વિશિષ્ટ રચનાને લીધે તે જી પ્રકટ દેખાતું નથી તેમ જલદી શાંત પણ થતે જોવામાં આવતું નથી.
નપુંસક-વેદનો વિકાર નગર બળતું હોય તેના જેવું છે, જે દેહ બહુ જ સમય પછી શાંત થાય છે. નપુંસકના છ લક્ષણે છે –
(1) નારીના જે સ્વભાવ, (૨) સ્વર અને વર્ણમાં ભિન્નતા, (૩) અતિશય મોહ (૪) મીઠી વાણું, (૫) શબ્દ સહિત મૂત્ર તથા (૬) ફીણ રહિત મૂત્ર. સ્થાનાંગ સૂત્રની વૃત્તિમાં ત્રણે વેદના લક્ષણે આ રીતે કહ્યા છે :
“નશિવતી સ્ત્રી પાત્, શેકશા પુરુષ અમૃત: | उभयोरन्तरं यच्च, तदभावे नपुंसकम् ॥"