________________
૧૭e
પરિચય
' જીવને અમુક ગતિમાં અમુક કાલ સુધી રોકી રાખવાને આયુષ કમને સ્વભાવ છે, માટે એ કમ બેડી સરખું છે. જેમ બેડીમાં પડેલે મનુષ્ય રાજાએ નિયમિત કરેલી મુદત સુધી બંદીખાનામાંથી બહાર નીકળી શકે નહિ તેમ તે તે ગતિ સંબંધી આયુષકર્મના ઉદયથી જીવ તે ગતિમાંથી નીકળી શકતો નથી. આયુષ ચાર પ્રકારના છે. દેવાયુષ, મનુષ્પાયુષ, તિર્યંચાયુષ ને નરકાયુષ.
વિવેચન (૧) દેવગતિનું આયુષ હેય. બીજી ગતિનું ન હોય. (૨) મનુષગતિનું આયુષ્ય હેય, બીજી ગતિનું ન હોય. (૩) તિર્યંચગતિનું આયુષ્ય હેય, બીજી ગતિનું ન હેય. (૪) નરગતિનું આયુષ હેય, બીજી ગતિનું ન હેય. (પ-૮) તિર્યંચગતિનું આયુષ્ય હેય, બીજી ગતિનું ન હેય. (૯) ચાર ગતિનું હેય. (૧૦-૧૪) તિર્યંચગતિનું આયુષ્ય હેય. (૧૫-૧૮) ચારે ગતિનું આયુષ હેય. (૧૯) નરકગતિમાં પુરુષદ નથી માટે નરક સિવાય ત્રણ ગતિનું આયુષ હોય. (૨૦) નરકગતિમાં સ્ત્રીવેદ નથી માટે નરક સિવાય ત્રણ ગતિનું આયુષ હોય. (૨૧) દેવગતિમાં નપુંસકવેદ નથી માટે દેવગતિ સિવાય ત્રણ ગતિનું આયુષ્ય હેય. (૨૨-૨૮) ચારે ગતિનું આયુષ હેય. (૨૯-૩૦) આ શાન મનુષ્યને હેય તેથી મનુષ્યનું આયુષ્ય હેય. (૩૧-૩૩) ચારે ગતિનું આયુષ હેય. (૩૪-૩૮) આ ચારિત્ર મનુષ્યને જ હેય તેથી મનુષ્યનું આયુષ હેય. (૩૯) તિય પણ દેશવિરતિ પામે છે તેથી મનુષ્ય અને તિર્યંચ એ બંને ગતિનું આયુષ હેય. (૪૦-૪૩) ચાર ગતિનું આયુષ હેય. (૪૪) વળજ્ઞાન પ્રમાણે, (૪૫-૪૭) ચારે ગતિનું આયુષ હેય. (૪૮-૫૦) નરકગતિમાં આ લેસ્યા ન હોય તેથી તે સિવાય ત્રણ ગતિનું આયુષ હેય. (૫-૫૯) ચારે ગતિનું આયુષ હેય (૬૦) સંમૂર્ણિમ મનુષ્ય ને તિર્યંચગતિનું આયુષ હેય. (૬૧-૬૨) ચારે ગતિનું હેય.
आत्मोन्नतिदिग्दर्शन. આત્મા શી વસ્તુ છે તેના ઉપર કર્મો કેવી રીતે લાગે છે અને એ કર્મોને છોડવાના ઉપાયો કયા છે? ઈત્યાદિ બાબતે આ નાનકડી બુકમાં સરળ ને સરસ ભાષામાં સમજાવવામાં આવી છે. આત્માની ઉન્નતિ, એ મનુષ્ય માત્રનું લક્ષબિંદુ હોઈ દરેકે આ બુક મંગાવી વાંચવી જોઈએ. લખે –
કિંમતઃ-ચાર આના યશવિજ્ય જૈન ગ્રંથમાળા, હેરિસ રોડ, ભાવનગર