Book Title: Dwashashthi Margana Sangraha
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthamala

View full book text
Previous | Next

Page 270
________________ २34 (૫૫) સિદ્ધના છવો સંબંધી વિશેષ હકીકત જાણવી હોય તેમણે પજવણું સૂત્ર, ઉવવાઈ સત્ર, આવશ્યક સૂત્ર વગેરે ગ્રંથો જોવા. ' (૫૬) ઇન્દ્રિયની ઉચિતતા પ્રમાણે લેવાએલા આહારની ધાતુ બને. એ ધાતુમાંથી પુદ્દગલો લઈને પ્રાણી પિતાની યથાસ્થિત શકિતવડે ઇન્દ્રિયના વિષયોના જ્ઞાનનું જાણુપણુ પામે. એ શક્તિને ઈન્દ્રિય પર્યાપિત કહેવાય છે, એમ સંગ્રહણીકારને અભિપ્રાય છે. અને આહારમાંથી ધાતુ બન્યા પછી એમાંથી ઈન્દ્રિયો પરિણમાવે એવી પ્રાણીની શક્તિને ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે એમ પન્નવણાસૂત્ર, જીવાભિગમ સૂત્ર તથા પ્રવચનસારહારને અભિપ્રાય છે. (૫૭) પક્ષ વેદના, નપુંસક વેદના તથા સ્ત્રીવેદના લક્ષ શ્રી પન્નવણું સૂત્ર તથા શ્રીઠાણાંગ સુત્રની વૃત્તિમાં નીચે પ્રમાણે બતાવેલ છે - પુરુષત્વનાં લક્ષણો–મેહન (પુષચિન્હ), કઠોરતા, દતા, પરાક્રમ, ધૃષ્ટતા, સ્મશ્ર (દાઢી-મૂછ) અને સ્ત્રીની ઈચ્છા. આ સાત પુરુષત્વનાં લક્ષણે છે. નપુંસકત્વનાં લક્ષણે-રતન આદિન સદ્દભાવ, સ્મશ્ર આદિને અભાવ, મહાગ્નિને પ્રદીપ્તપણે સદ્દભાવ, આ ત્રણ નપુંસકત્વનાં લક્ષણ છે. સ્ત્રીત્વનાં લક્ષણ -નિ, કેમલતા, અસ્થિરતા, મુગ્ધતા, કાયરતા, સ્તન અને પુરુષની ઈચ્છા. આ સાત સ્ત્રીત્વનાં લક્ષણ છે. (૫૮) દ્રવ્ય લોક કેને કહેવાય? શ્રીઠાણુગ સૂત્રની વૃત્તિમાં નીચે પ્રમાણે બતાવેલ છે – રૂપી, અરૂપી, સપ્રદેશી, અમદેશી, નિત્યાનિત્ય, છતઅછવરૂપ (છ) દ્રવ્યને દ્રવ્યલે કહેવાય છે. (૫૯) ક્ષેત્રલોક કેને કહેવાય? ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં નીચે પ્રમાણે બતાવેલ છે ઊર્ધ્વ, અધ, તીછી, એમ વિશિષ્ટ સંસ્થાને, સ્થાનેવાળા આકાશપ્રદેશ છે, એને ક્ષેત્રલોક બતાવવા માં આવેલ છે. (૬૦) કાલલેક કોને કહેવાય? ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં નીચે પ્રમાણે બતાવેલ છે – સમય અને આવલિ વગેરેને કાલિક બતાવવામાં આવેલ છે. " . (૬૧) ભાવલોક કેને કહેવાય? કાણુગ સૂત્રની વૃત્તિમાં નીચે પ્રમાણે બતાવેલ છે ઔદયિક, પથમિક, ક્ષાયિક, શાપથમિક, પરિણમી, સન્નિપાતિને ભાવલક બતાવવામાં આવેલ છે. (૬૨) જે પ્રાણુને નિસર્ગતઃ સમ્યકત્વ પ્રાપ્ત થયેલું હોય છે તેને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વિના પણ મતિજ્ઞાન તે હોય છે. આ ઉપરથી જ મતિ તા થતા જ્યાં મતિ હોય ત્યાં શ્રત હોય એ વાત નિશ્ચિત નથી, પણ જ્યાં શ્રત હોય ત્યાં મતિજ્ઞાન હોય એ વાત નિશ્ચિત છે. આ પ્રમાણે તત્વાર્થીધિગમ સૂત્રની વૃત્તિ આદિને અભિપ્રાય છે. ( ૬૩) જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રતજ્ઞાન છે અને જ્યાં શ્રુતતાન છે ત્યાં મતિજ્ઞાન છે, આ પ્રમાણે શ્રી નન્દિસૂત્રનો અભિપ્રાય છે. ઉપર કહેલા હેતુથી એકેન્દ્રિય જીવનમાં પણ ઋતજ્ઞાન છે એમ સ્વીકાર કર્યો છે. જેમકે દ્રવ્યેન્દ્રિયને અવરોધ થયો હોય છતાં સૂક્ષ્મ ભાવેન્દ્રિયનું જ્ઞાન હોય છે, તેમ તબકૃતને અભાવ છતાં એકેન્દ્રિયમાં ભાવ શ્રત હોય છે. વળી ભાવેન્દ્રિયને ઉપયોગ તે બકલ આદિની પેઠે સર્વ

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280