________________
૨૧૩
અભિપ્રાયે ૭૮ પણ લાભ (૩૭) સ્યાનદ્વિત્રિક, સૂક્ષ્મ લેભ સિવાય મોહનીયની સત્યાવીશ, મનુષ્યા સિવાય ત્રણ આયુ, નીચ ગોત્ર, મનુષ્ય સિવાય ત્રણ ગતિ ને ચાર અનુપૂર્વી, ચારે જાતિ, વૈક્રિયદ્ધિક આહારકઠિક, ૪-૫-૬ સંધયણુ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, દુર્ભાગ્ય, અનાદેય, અપયશ, જિનનામ, આપ અને ઉદ્યોત, એ બાસઠ સિવાય શેષ સાઠ હોય. (૩૮) મોહનીયમાં સૂમ લેભ ન હોય પરંતુ નામ કર્મમાં જિનનામ હોય એટલે ઉપર પ્રમાણે બાસઠ સિવાય શેષ સાઠ હોય, આ ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણસ્થાને સુધી હોવાથી ૬૦ લાભ. ( ૩૯ ) મન:પર્યવ જ્ઞાનની ૮૧ પ્રકૃતિમાં પ્રત્યાખ્યાનની ચેકડી તથા તિર્યંચાયુ અને નીચગેત્ર અને તિર્યંચની ગતિ, ઉદ્યોતનામ-આ આઠ ભેળવીએ અને આહારકદિક બાદ કરીએ ત્યારે દેશવિરતિમાં ૮૭ લાભે. (૪૦) જિનનામ તથા આહારદિક ન હોય. (૪૧) એકેન્દ્રિયાદિ ત્રણ જાતિ, સ્થાવરચતુષ્ક, જિનનામ, આતપ, ચારે અનુપૂર્વી-એ તેર સિવાય શેષ ૧૦૯ હેય. (૪૨) જિનનામ કર્મ ન હોય. (૪૩) અવધિજ્ઞાન પ્રમાણે (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે. (૫–૪૭) જનનામે કર્મ ને હોય અને કૃષ્ણ લેસ્થા ત્રીજા કર્મગ્રન્થના અભિપ્રાયે ચાર ગુણસ્થાને માનીએ તો આહારદિક વિના ૧૧૯ પણ લાભ. (૪૮) સુમત્રિક, વિલેન્દ્રિયત્રિક, નરકત્રિક, આતપ અને એ જિનનામ, અગ્યાર વિના શેષ એક સે અગ્યાર (૪૯) સ્થાવર ૪, જાતિ ૪, નરકત્રિક, જિનનામ અને આતપ સિવાય શેષ એક સો ને નવ. (૫૦) ઉપર પ્રમાણે પણ જિનનામ કર્મ હોય એટલે એક સો દશ. (૫૧ ) પૂરેપૂરા. (૫૨) સમક્તિ મેહનીય, મિશ્ર મેહનીય, જિનનામ, આહારદિક એ પાંચ ન હોય (૫૩) સ્થાવર ૪, જાતિ ૪, અનંતાનુબંધી ચેકડી, સમકિત મેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વ મોહનીય, જિનનામ, આહારદિક, આતપ અને ચારે અનુપૂર્વી એ વીશ વિના શેષ નવાણુ. મતાંતરે દેવાનુપૂર્વનો ઉદય માનીએ તો ૧૦૦ લાભ. (૫૪) મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મેહનીય, જિનનામ, જાતિ ૪, સ્થાવરચતુષ્ક, આતપ અને અનંતાનુબંધી ચેકડી–એ સોળ સિવાય શેષ ૧૦૬. (૫૫) ચાર જાતિ, સ્થાવરચતુષ્ક, અનંતાનુબંધી ચેકડી, આતપ, સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ, પહેલા સિવાય પાંચ સંઘયણ-એ એકવીશ વિના શેષ એક સો ને એક લાભ અને પ્રતિપન્ન ક્ષાયિક સમકિતીને છએ. સંઘયણ માનીએ તો ૧૦૬ લાભે (૫૬) સમકિત મોહનીય, તથા મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ચેકડી એ છ તથા આહારદિક, જિનનામ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, સ્થાવર, એકેન્દ્રિય તથા વિકેલેન્દ્રિય ૩, અને ચારે અનુપૂર્વી એ બાવીશ સિવાય શેષ એક સો લેય. (૫૭) સમતિ, મિશ્ર અને મિથ્યાત્વ મેહનીય, તથા આહારદિક, જિનનામ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આપ અને નરકાનવ એ અગ્યાર સિવાય શેષ એક અગ્યાર હોય. (૫૮) આહારદિક, જિનનામ, સમકિત અને મિશ્ર મેહનીય-એ પાંચ સિવાય શેષ એક સો ને સત્તર (૫૯) સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, એકેન્દ્રિયાદિ, ચાર જાતિ, એ આઠ સિવાય એક સે ને ચૌદ. મતાંતરે જિનનામ કર્મ ન ગણીએ તે એક સે તેર. (૬૦) વૈક્રિયદ્રિક, જિનનામ, આહારદિક, સમક્તિ મોહનીય, મિશ્ર મેહનીય, છેલ્લા વિનાના પાંચ સંધયણ, છેલ્લા વિનાના પાંચ સંસ્થાન, સુભગ, આદેય, શુભ વિહાગતિ, ઉચ્ચગોત્ર, પુરુષ અને સ્ત્રીવેદ એ ૨૮ જતાં શેષ ૯૩. વાઉકાયને વૈક્રિય શરીર ગણવાથી ૯૪ પણ લાભ. (૬૧) ચાર અનુપૂર્વી ન હોય. (૬૨) ઔદારિકદિક, વૈક્રિયદિક, આહારદિક, છ સંઘયણ, છ સંસ્થાન, શુભ અશુભ વિહાગતિ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રત્યક, સાધારણ, સુવર, દુઃસ્વર, મિશ્ર મોહનીય અને પાંચ નિદ્રા એ પાંત્રીશ વિના શેષ સત્યાશી હોય.