________________
વર્ષ
૧૩. ચારિત્રદ્વાર
संयमनं संयमः सम्यगुपरमः चारित्रमित्यर्थः ।
સયમ એટલે ત્યાગ. સભ્યપ્રકારે વિરમવું. શ્રધ્ધા અને જ્ઞાનપૂર્વક સથા પાપાપારના ત્યાગ કરવા તે સંયમ અથવા ચારિત્ર કહેવાય છે.
૧ સામાયિક, ૨ છેદેપસ્થાપનીય, ૩ પરિહારવિશુધ્ધિ, ૪ સૂક્ષ્મસ'પરાય, ૫ યાખ્યાત, ૬ દેશિવરતિ અને ૭ અવિરતિ-આ સાત ચારિત્ર છે.
(
૧ સામાયિક—જેનાથી સમભાવના લાભ થાય તે. હિં'સાદિ સાવદ્ય ( અશુભ ) યાગના ત્યાગ કરીને અહિંસાદિ મહાવ્રતને સ્વીકાર કરવા અને તેનું પાલન કરવું' તે સામાયિક ચારિત્ર. તેના બે ભેદ છે. (૬) ઇત્તર અને (૨) યાવકથિક, પ્રથમ અને ચરમ તીર્થંકરના તીમાં પહેલુ' સામાયિક ચારિત્ર થેાડા કાળને માટે હાય છે, કારણ કે પ્રથમ દીક્ષા-સામાયિક ચારિત્ર અંગીકાર કર્યા પછી શસ્ર-પરિજ્ઞાદિ અધ્યયન પૂરાં થયા બાદ છેોપસ્થાપનીય ચા ́રત્રરૂપ વડી દીક્ષા આપવામાં આવે છે ત્યાંસુધી ઇશ્વરકાલિક સામાયિક ચારિત્ર કહેવાય અને પછી તેની સામાયિક ચારિત્ર એવી સંજ્ઞા રહેતી નથી. મધ્યના ખાવીશ તીથરના તીમાં પ્રથમથી જ યાવજીવ સામાયિક ચારિત્ર હાય છે, કારણ કે તેઓને પૂર્વના દીક્ષાપર્યાય છેદ કરવાને નહીં હાવાથી છેદેપસ્થાપનીય ચારિત્ર હતું જ નથી. આ બીજી યાવકથિક સામાયિક ચારિત્ર કહેવાય છે.
૨ છે।પસ્થાપનીય—પૂર્વના સામાયિક ચારિત્રના સ ાષ કે નિર્દોષ પર્યાયના છેદ કરી ઉપસ્થાપન-પુનઃ દીક્ષા લેવી, વિશુદ્ધ મહાવ્રતાને અંગીકાર કરવા તે છેદેપસ્થાપનીય કહેવાય છે. તેના સાતિચાર અને નિરતિચાર એ બે પ્રકાર છે. જેણે મૂળથી મહાવ્રતાના ભંગ કર્યો હેય તેને પુન: મહાનતા આપવામાં આવે તે સાતિચાર અને પ્રથમ દીક્ષિત સાધુ જ્યારે શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ભણ્યા પછી પુનઃ દીક્ષા ગ્રઢણ કરે અથવા મધ્યના તીર્થંકરના તીના સાધુ છેલ્લા તીથ કરના તીથમાં આવી, ચાર મહાવ્રતરૂપ ધર્મને છોડી પાંચ મહાવ્રતરૂપ ધર્મને સ્વીકારે તે નિરતિચાર
૩ પરિહારવિશુદ્ધિ-તપવિશેષવડે જે વિશુદ્ધિ થાય તે, તેના ક્રમ આ પ્રમાણે છે આ ચારિત્રને અંગીકાર કરનારા ૯ સાધુએના એક ગચ્છ હેાય છે. તેમાં ચાર તપ કરનારા, ચાર વૈયાવૃત્ય ( સેવા ) કરનારા અને એક વાચનાચા હોય છે. તપ કરનારા સાધુએ ગ્રામકાળમાં જઘન્ય ચતુ ભક્ત ( એક ઉપવાસ ), મધ્યમ ભક્ત ( એ ઉપવાસ ) અને ઉત્કૃષ્ટ અટ્ટમભક્ત ( ત્રણ ઉપવાસ ) કરે, શિશિર ઋતુમાં જધન્ય ષષ્ટભક્ત, મધ્યમ અષ્ટમભક્ત અને ઉત્કૃષ્ટ દશમભક્ત ચાર ઉપવાસ ) અને વર્ષાઋતુમાં જઘન્ય અષ્ટમભક્ત, મધ્યમ દશમભક્ત અને ઉત્કૃષ્ટ દ્વાદશભક્ત (પાંચ ઉપવાસ ) કરે અને પારણાને દિવસે આયંખિલ કરે. વૈયાવૃત્ય કરનારા તેમજ વાચનાચાર્યું પણ હમેશાં આયંબિલ કરે. આ પ્રમાણે તપશ્ચર્યા કરનારા છ માસ સુધી તપ કરે, ત્યારબાદ તે વૈયાવૃત્ય કરે અને યાવૃત્ય કરનારા પણુ પૂર્વ કહ્યા પ્રમાણે છ માસ પર્યંન્ત તપ કરે, ત્યારબાદ વાચનાચાય પણુ છ માસ સુધી તપ કરે અને