________________
ઉત્સવ
આજે એક માસ પૂરા થતો હતો. જન્મ દિવસ અને તે પ્રસંગને એક માસ પૂરો થવાની અવધિઃ એ બંનેને સુયોગ પ્રાપ્ત થતાં મહારાજાએ મહત્સવ ઉજવાવવા માંડ્યો હતો. આખા દેશમાં જાહેર કરવામાં આવ્યું હતું કે “આજે કેઈએ હળ જોડવા નહિ; મુંગા પ્રાણીઓને સતાવવાં નહિ, કષ્ટ આપવું નહિ; હત્યા કરવી નહિ, એક બીજાએ એક બીજા પર અધિકાર ચલાવવો નહિ. ગરીબોને વસ્ત્રદાન, દ્રવ્યદાન અને અન્નદાન આપવા માટે રાજય તરફથી ભંડાર ખુલ્લા મુકવામાં આવશે. દરેકે દરેક ધર્મનાં દેવમંદિરમાં ઘંટારવ થશે. બંદાજનેને મુકત કરવામાં આવશે.”
મહારાજાની આજ્ઞાને પૂર્ણ અમલ થઈ શક હતો. રાજસભા ચીકાર ભરાઈ હતી.
પ્રથમ રાજ નતિકા મલિકાનું નૃત્ય ગોઠવવામાં આવ્યું હતું. મહિલકા એટલે રૂપરૂપની ભંડાર, વૈશાલીની અંબપાલીના રૂપની સ્પર્ધામાં ઉતરે તેવી તેના દેહની કુમાશ હતી. જેમ અંબપાલી દેશ નતિકા હતી, તેમ મહિલા રાજનીતિક હતી. જે મલ્લિકા વૈશાલીમાં હેત, તો તેના સૌંદર્ય માટે–અંબપાલી માટે જેમ બનતુ તેમ–વીર વીર યુવકે અંદરો અંદર શસ્ત્ર ઉપાડતા થયા હતા. પણ આ તો રાજગૃહી નગરી હતી. મગધ દેશમાં હજી વૈશાલી જેવું ગણતંત્ર રચાયું નહતું. એટલે એક સ્ત્રીના સૌંદર્ય માટે અંદરો અંદર શસ્ત્ર ઊડી શકે તેમ નહોતાં.
રાજસભાની વચ્ચે એક સુંદર નૃત્યપીઠ રચવામાં આવી હતી. તેની વચ્ચે એક ભંવરા જેવો ખાડે રાખવામાં આવ્યું હતું. તે ખાડાપર મજબૂત ઢાંકણું ઢાંકવામાં આવ્યું હતું. અંદરથી તેના માટે એવી ગોઠવણ કરવામાં આવી હતી કે, જ્યારે અંદરની વ્યકિત ધારે ત્યારે તે ઢાંકણું ખસેડી શકે અગર તો અંદર લઈ શકે અથવા બહાર કાઢી શકે.
રાજનતિકા મલિકાના સાજવાળાઓ તે પીઠ નીચેના ભાગમાં