Book Title: Kayvanna Shethnu Saubhagya
Author(s): Chandulal M Shah
Publisher: Sanskruti Rakshak Sastu Sahitya Karyalay

View full book text
Previous | Next

Page 14
________________ ઉત્સવ રાજા મહારાજાઓ અને રાજકર્મચારીઓની પાછળ રાજ્યના આગેવાન શ્રેષ્ઠિઓ બેઠા હતા. નગરશેઠની બાજુમાં સાર્થવાહ ધનેશ્વર તેમના પુત્ર કૃતપુય સાથે બેઠા હતા. ધનસાર શ્રેષ્ઠિ તેમના નાના પુત્ર ધન્યકુમાર સાથે શાનિતથી સભાની શોભા નિહાળી રહ્યા હતા. સર્વની સાથે બેઠેલા જિનદત્ત શેઠ સૌથી જુદા તરી આવતા હતા. તેમની શ્રીમંતાઈ અઢળક ગણાતી હતી. અપ્સરા જેવી સુંદર ચાર ચાર પત્નિઓના ભોક્તા શ્રેષ્ઠિ જિનદત્ત સુંદરતામાં પણ ઓછી નહતા. ઇન્દ્રના રૂપની સ્પર્ધા કરતા મેતારજ તેમના પિતાની પાસે બેઠા હતા. પુરૂષ વર્મની પાછળ સ્ત્રીવૃંદ શોભી રહ્યો હતો. ' સૌથી આગળ પડતી હારમાં વચ્ચેવચ મૂકવામાં આવેલા સુવર્ણમય આસન પર મહારાણી ચેલો બેઠાં હતાં. તેમની બને બાજુએ અન્ય રાણીઓ બેઠી હતી. પાછળની હારમાં શ્રેષ્ઠ પત્નિઓ બેઠી હતી. સાર્થવાહ ધનેશ્વરની પત્ની સુભદ્રા, ધનદ શેઠની શેઠાણું રૂપવતી સાથે બહુ ધીમેથી વાતો કરી રહી હતી. શીલવતી અને ભદ્રા શેઠાણું હાલના નાંધણ સર કામદાર-ચીફ રજીસ્ટ્રાર જેવા તેના અધિકારી રહેતા. ૬ રાજયના ખજાનાનો તે ઉપરી ગણાતો. હાલના એકાઉન્ટન્ટ જનરલ જેવા તેના અધિકાર રહેતા. ૧૭ ખરચ ખાતાને તે ઉપરી હતે. ૮ રાજમહેલનાં વસ્ત્રો અને અલંકારોને વહિવટ કરનાર અને તેની વ્યવસ્થા જાળવી રાખનાર અધિકારી તરીકે તે ગણતે. ૮ રાજમહેલ સાચવતા રક્ષકાને અને રાજાના અંગરક્ષકાને તે ઉપરી હતો. રાજધાનીનો તે પોલીસ અધિકારી (કદવાલ) પણ ગણાતો. ૧૦ ધર્મશાળાઓ, અન્નસત્રો, પરબો વગેરેની વ્યવસ્થા તેના હાથે થતી.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 322