Book Title: Dhyey Siddhi
Author(s): Gokulbhai C Shah
Publisher: Sahajatmaswarup Paramguru Trust

View full book text
Previous | Next

Page 12
________________ નમઃ સિદ્ધવ્ય: ધ્ધ-સિદ્ધિ - સહજ અવલોકન આ સગ્રંથમાં સિદ્ધઅવસ્થા પ્રગટ કરવામાં કેવા દોષોનો નાશ થઈ અને કેવા ગુણો પ્રગટવા જોઈએ તેનું સંક્ષિપ્તમાં પણ અતિ સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. આત્મામાં અનંતગુણો છે અને તે જ્યાં સુધી સમ્યગદર્શન થાય નહીં ત્યાં સુધી તે ગુણોથી વિપરીત એવા દોષો પણ ઓછા-વત્તા અંશે થયા કરવાના. સૌથી મોટામાં મોટો દોષ તે મિથ્યાત્વનોભ્રાંતિનો-અજ્ઞાનનો છે. અઢાર પાપસ્થાનકમાં મોટામાં મોટું પાપ મિથ્યાત્વનું છે. સંક્ષેપમાં, રાગ-દ્વેષ-મોહભાવ એ મોટામાં મોટા દોષો છે અને સમ્યગદર્શન-સમ્યકજ્ઞાન-સમ્યફચારિત્રા એ મોટામાં મોટા ગુણો છે. જ્યાં સુધી કષાયની મંદતા, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, તત્ત્વનો સૂક્ષ્મ હેય-ૉય-ઉપાદેયપૂર્વકનો વિવેક, અંતર્મુખ ઉપયોગ દ્વારા, સ્વસંવેદનતા દ્વારા, સ્વસ્વરૂપમાં અભેદતા ન થાય ત્યાં સુધી મોક્ષમાર્ગની પરમાર્થ દષ્ટિપૂર્વકની પ્રાપ્તિ થતી નથી અને એકેય દોષનો નાશ થતો નથી. આ જીવે અનંતકાળમાં અનેક વખત મહાવ્રતો પાળ્યા, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, તપશ્ચર્યાઓ કરી, કષાયોની મંદતા કરી, દુ:ખગર્ભિત વૈરાગ્ય સેવ્યો, ધ્યાન કર્યું, હઠસમાધિઓ કરી, સુધારરસના પાન કર્યા, સાચા દેવ-ગુરુ-શાસની બાહ્ય ભક્તિ કરી, પણ ગુરુગમ વગર અને સાચા સ્વરૂપના લક્ષ વગર કરેલા હોવાથી લક્ષ વગરના બાણની જેમ વ્યર્થ ગયા. આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદ પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. નિશ્ચય ઉપાય સ્વસ્વરૂપમાં નિર્વિકલ્પપણે ઉપયોગની સ્થિરતા છે. વ્યવહારસે દેવ જિન,નિહચર્સે આપ; એહિ બચનસેં સમજ લે, જિનપ્રવચનકી છાપ. – શ્રીમદ્ રાજચંદ્રજી હવે પરમાત્મા પાસે ક્ષમા માંગીને પોતાના દોષોની બૂલાત કરવાની છે કે મેં જિનવચનોનો યથાર્થ મર્મ સમજીને લક્ષ કર્યો નથી. એ યથાર્થ લક્ષ કરાવનાર એવા રત્નત્રયધારી નિગ્રંથ મુનિની આજ્ઞાનો સર્વપ્રકારે સ્વીકાર કરીને લક્ષ કર્યો નહીં. તત્ત્વોનો સાચો હેય-ૉય-ઉપાદેયપૂર્વક વિવેક કર્યો નહીં. વીતરાગના કહેલા દયા-શાંતિ-ક્ષમા, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રને યથાર્થ શ્રદ્ધા કરીને ઓળખ્યા નહીં. મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન અને મિથ્યાઆચરણ સેવીને મેં મોટામાં મોટી ભૂલ કરી એનું મૂળ કારણ સ્વચ્છંદતા છે. દેવમૂઢતા, ગુરુમૂઢતા અને ધર્મમૂઢતા તથા છ અનાયતન – અસદેવ-અસતગુરુ અને અસતધર્મ તથા તેમના માનનારાઓનો સંગ કર્યો, તેમની પ્રશંસા કરી, અનુમોદના કરી, આગતા-સ્વાગતા કરી એ સમ્યકત્વના અતિચારોનું સેવન કર્યું.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 700