________________
[૪]
ધર્મ જીજ્ઞાસુ અકબર. સૂચના કરીને પિતે અંદર ગયે અને બાદશાહને કુર્વિસ બજાવીને ખેલ્ય, “જહાંપનાહ? પાલખીમાં બેઠેલ આઈ હાજર છે. આજ્ઞા હોય તે અંદર લાવું.”
- શહેનશાહ અકબરે માથું ધુણાવીને હકારમાં આજ્ઞા આપી. બાદશાહ અને ટેડરમલ્લ ઝરૂખામાંથી નીકળી દિવાનખાનામાં આવી બેઠા હતા. બાદશાહ એક આરામ ખુરસી પર પડ્યો હતો ને ટોડરમલ બાદશાહની ખુરસી નજીક નમ્ર વદને ઉભો હતે.
બાદશાહની આજ્ઞા મળી કે તરતજ દિવાનખાના બહાર ઉભેલી તરૂણી અંદર આવી, તેણે બાદશાહને નમન કર્યું બાદશાહે તેને સ્વીકાર નેત્રથી જ કર્યો અને સામેના એક આસન પર બેસવાને તેને સુચના કરીને બોલ્યા: “પુત્રી! તમે કેણુ છે?”
તરૂણીએ પિતાનું અંગ વેત વસ્ત્રોથી ઢાંકી દીધું હતું. તેનું વદનમંડળ જોતાં તેની ઉમ્મર સત્તરથી ઓગણુશ વર્ષની અંદરની હોવી જોઈએ એમ કલ્પી શકાતું હતું. તેના શરીરને રંગ ગારવાને હતે. છ મહીનાના ઉપવાસ થવાથી જો કે તેનું શરીર કંઈક દુર્બળ જણાતું હતું, પણ તેના સુકુમાર વદનમંડળ પર મંદ હાસ્યની છટા હજીએ વિલસી રહી હતી. તેના નેત્રયુગલમાં થઈ રહેલે ચળકાટ કંઇ ઓર જ હતું. તે નિર્ભય અને શાંત વદને બાદશાહે સુચવેલ આસને બેઠી અને બાદશાહને વિવેક પૂર્ણ પ્રશ્નને સાંભળીને તેણે બાદશાહના સદ્દગુણે વિષે સાંભળેલી વિવિધ વાતને સાક્ષાતકાર થતાં તે તેમની મનમાં જ પ્રસંશા કરવા લાગી. તેના સુકુમાર ગુલાબી ગાલપર શરમના શેરડા પડ્યા. તેનાથી એક શબ્દોચ્ચાર સુદ્ધાં થઈ શકે નહિ. લજાવિનીત મુખે તે કંઈ પણ બોલ્યા વગર નીચું જોતી બેસી રહી.
પુત્રી ! સહજ પણ સંકેચ કે ભય પામશે નહિ.” આદશાહે પુન: નમ્ર સ્વરે બોલવા માંડયું. “તમને માત્ર થી ઘણી હકીકત પૂછવાની જીજ્ઞાસાથીજ અત્રે બોલાવવામાં આવેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com