________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર લખાણ તૈયાર થયા પછી, શાસ્ત્રજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાણ થએલું ન હોય, તથા તેવું થએલું હોય તે તે રહી ન જાય, તેના માટે કાળજીપૂર્વક આ ચરિત્ર તપાસી જવાની સહાય કરેલી છે, તેથી તેમને ઘણે ઉપકાર મહારા ઉપર થયેલ છે. શ્રીરામવિજય મહારાજે પણ કેટલાક ભાગ તપાસ્યો છે, તેથી તેમને પણ ઉપકાર થયે છે. પાદરાનિવાસી મહારા મિત્ર વકીલ મેહનલાલ હિમચંદ તથા બુહારીનિવાસી ધર્મ રસીક ભાઈ ઝવેરચંદ પન્નાજી પણું આ ગ્રંથને કેટલેક ભાગ તપાસી ગયા છે, આ બન્ને મિત્રો આ ગ્રંથ લખવાના પ્રસંગે વખતોવખત મને ઉત્સાહ આપતા હતા, તેથી તેમને આભાર માનું છું. રા. ર. વકીલ છોટાલાલ ઝવેરભાઈ સુતરીયા, બી. એ. એલ, એલ, બી. તથા ૨. રા. વામનરાવ આપાછ નિકતે, બી. એ. એલ, એલ, બી; જેઓ ધંધાના અંગે સહચારી છતાં, મને ધંધામાં ઘણી રાહત આપવાને અહોનિશ કાળજીવંત છે, તેઓએ પણ કેટલીક ઉપયોગી સૂચનાએ કરેલી છે, તેમને પણ આભાર માનું છું.
આ ચરિત્રમાં જે જે ગ્રંથમાંથી જરૂર પુરતા ઉતારા કરવામાં આવ્યા છે, તે તે ગ્રંથના પ્રકાશક મહાશયને પણ આભારી છું.
આ ગ્રંથમાં શાસ્ત્ર તથાજનાજ્ઞા વિરૂદ્ધ લખાણ ન થાય, તેના માટે બનતી કાળજી રાખી છે. છતાં અલ્પજ્ઞપણના કારણથી તેવી ભુલ રહી ગઈ હોય, તે તે વાંચક મહાશય જણાવવા કૃપા કરી ઉપકાર કરશે, તે તે ભુલ સુધારવા હું પ્રયત્ન કરીશ.
ચિ. લાલચંદે આ ગ્રંથની ભાષા સુધારવા તથા પ્રફ તપાસવામાં અને એકંદર ગ્રંથ બહાર પાડવામાં ઘણું સહાય કરી છે. તેની શરૂવાતની ઉછરતી જીંદગીમાં ભગવંત મહાવીર ચરિત્ર મનન કરી વાંચવામાં, તેના આત્માને ઉંચ પ્રકારના સંસ્કાર પડશે, તે તેથી તેના ભાવિ જીવનમાં ઉત્તમ લાભ થશે, એ કંઈ ઓછો ફાયદે નથી. ભગવંતના ચરિત્રના ઘણા પ્રસંગે એવા છે, કે ગૃહજીવન પણ શાંતિમાં ગુજારવાને, તે એક અમૂલ્ય ઉપદેશકનું કાર્ય કરનાર
For Private and Personal Use Only