________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩.
વિશ્વાસ હોવાથી, મહારી શક્તિ ઉપરાંતનું આ મહાન કાર્ય મેં મહારા પિતાના આત્મહિતાર્થેજ હાથ ધરેલું હતું.
આ ચરિત્ર લખવાના માટે તમામ અંગ અને ઉપાંગને યથાર્થ અભ્યાસ કરવાની આવશ્યકતા છે, અને તેને અભ્યાસી ભગવંતનું ચરિત્ર બાબર આલેખી શકે. પણ તે તે મહારા અધિકાર બહાર અને શક્તિ ઉપરાંત વિષય હેવાથી, તે પ્રમાણે હું કાંઈ કરી શકું નહી, એ સ્વાભાવિક છે. પણ પન્યાસજી શ્રી પ્રતાપ વિજયજી મહારાજે શ્રી અંતગડદશાંગસૂત્ર તથા અનુત્તરવાઈ સૂત્ર, તથા શ્રી જ્ઞાતાસૂત્ર, વિગેરે આગમમાંથી શ્રી શ્રેણિકરાજા ના પુત્રો તથા રાણીઓ વિગેરેના અધિકાર વાંચી સંભળાવી નેટ કરાવી; તે તથા બીજા ગ્રંથની જે યાદી જુદી આપવામાં આવી છે, તે ગ્રંથની મદદ લેવામાં આવી છે. એ ગ્રંથોના વાંચન અને વિચારણ વખતે જે આનંદ થતો હતો, તે અલૌકિક હતું. આ ચરિત્ર લખવાના વિચાર ઉદ્દભવ્યા, ત્યારથી હું પિતે મને પિતાને તે એકાંત લાભજ માનું છું. આ મહારા પ્રયત્નથી આ ગ્રંથના વાંચક બંધુ અને બહેનોને કંઈ અંશે લાભ થશે, તે તેથી હું મને પિતાને વધુ ભાગ્યશાળી માનીશ.
ભગવંતનું ચરિત્ર વિદ્વાને જે દ્રષ્ટિથી લખવા ધારેતે દ્રષ્ટિથી લખી શકે તેમ છે. મેં તે ફક્ત ધાર્મિક શ્રદ્ધા અને જૈન દ્રષ્ટિથીજ લખવાને યત્ન કરેલ છે. આ ચરિત્ર વિદ્વતા ભરેલી છટાદાર ભાષામાં લખાયેલે નથી એમ મારું પિતાનું માનવું છે અને તેથી વિદ્વાનની દ્રષ્ટિમાં કદી હાંસીપાત્ર જે આ પ્રયાસ લાગશે તે પણ એટલું તો હું જણાવવાની હિંમત કરું છું કે, આ ગ્રંથ વાંચક વર્ગને કદી ઉપકારી નહી નિવડે, તે પણ નુકશાનકર્તા તે નહીજ થાય.
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય મેહનસૂરીજી તથા પન્યાસજી મહારાજ શ્રી પ્રતાપવિજયએ વખતોવખત આ ગ્રંથ લખવામાં શાસ્ત્રાધાર કાઢી આપવા પ્રયત્ન કરેલ છે તેમજ એક
For Private and Personal Use Only