________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર ઉદ્દભવ્ય ભગવંતના છ પ્રથમ સમકિતની પ્રાપ્તિ કરી, ત્યારથી તે નિર્વાણ પામ્યા ત્યાં સુધીનું ચરિત્ર, કમવાર વિવેચન પૂર્વક, જેનસિદ્ધાંતાનુસાર, બાધકની સાથે જેનતત્વજ્ઞાનને વાંચક વર્ગને યત્કિંચિત બંધ થાય, અને આત્મપ્રગતિની તેમનામાં ભાવના જાગૃત થાય, એવી શૈલીથી લખવાને માટે ઉપયોગ
ઉપરના જે વિચારે રાત્રે ઉજવ્યા હતા, તે પ્રાતઃકાળે આચાર્ય મહારાજ તથા પન્યાસજી મહારાજને જણાવ્યા. તે મહા પુરૂષોએ એ વિચારે અમલમાં મુકવાને પ્રોત્સાહન આપ્યું.
આસન્નઉપકારી પ્રભુના શાસનમાં જીવન ગુજારી આત્મ કલ્યાણની પ્રવૃત્તિઓમાં યથાશકિત બળ વીર્ય રવી, જીવનને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે, એ જીવનનું મૂખ્ય કર્તવ્ય છે. એ કર્ત વ્યના અંગે આ ચરિત્ર લખવામાં જેટલે કાળ જશે, તેટલે એકાંત લાભદાયી છે, એમ મનમાં નિશ્ચય થયે.
ભગવંત મહાવીર પ્રભુનું ચરિત્ર મોટા ગીતાર્થ મહાશ ચથાર્થ સ્વરૂપમાં આલેખી શકે. તેવા મહાન કાર્યને આરંભ કરે એ એક પંગુ માણસ મહાન જલધિ તરવાને અભિલાષા કરે તેના જેવું કઠિન કાર્ય છે. તે પણ મહારા પિતાના આત્મહિતની ખાતર અને જ્ઞાનાવરણીયાદિ ઘાતિ કર્મ અપાવવા, આ કાર્ય એક પ્રકારનું શુદ્ધ નિમિત્ત કારણ છે એવી શ્રધા થવાથી, માહારી આ પ્રવૃત્તિ ગીતાથીની દ્રષ્ટિમાં નિર્માલ્ય જણાય, તોપણ મહારે આ કાર્યનો આરંભ કરીને, આ સદપ્રવૃત્તિ શરૂ કરવી, એવી ભાવના દિવસે દિવસે પુષ્ટ થતી ચાલી. શ્રીમદ્ પદ્યવિજયજી મહારાજે ભગવંત આદિશ્વર પ્રભુના સ્તવનમાં જણાવ્યું છે કે,
“જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ,”
જે કે શ્રીમદે એમાં પોતાના ગુરૂ અને દાદા ગુરૂના નામ વ્યક્ત કરેલાં છે, તો પણ તેમાં રહેલ ઉત્તમ બેધના ઉપર અંતરંગ
For Private and Personal Use Only