________________ વળી સંતને પથરા ય મારી દે. આશ્રમનેય નુકસાન પહોંચાડી દે. પણ, સંત સદા પ્રસન્નતામાં. સંતના ભક્તો દુઃખી દુઃખી થઈ ગયા. પણ, સંતે તેમને કશું કરવાની ના જ સુણાવી દીધી. સંતની પ્રસન્નતામાં લેશ પણ ઓટ આવી નથી. આ રીતે વર્ષોના વહાણા વીતી ગયા. દુર્જન ચંડાલ પોતાની દુર્જનતા છોડવા તૈયાર નથી તો આ બાજુ સંત પોતાની સજ્જનતા છોડવા તૈયાર નથી. સંતની આટલી ઉત્તમ કોટિની પ્રસન્નતા જોઈને એકવાર એક દેવ સંત ઉપર પ્રસન્ન થઈ ગયો. સામે ચાલીને સંતની પાસે આવી હાથ જોડી વિનંતી કરે છે - “ભગવંત ! આપ અત્યંત ગુણીયલ છો. આપની કંઈક સેવાનો મને લાભ આપો.” સંત તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. દેવના આગમને સંતના મનમાં અભિમાનનો સંચાર થઈ ગયો. ત્યારે તે જણાવ્યું કે - “હાલ કોઈ કામ નથી.” “પણ, ગમે ત્યારે મારી જરૂર પડે તો અવશ્ય મને યાદ કરજો. હું ગમે ત્યારે હાજર થઈ જઈશ.” “સારું !" દેવ અંતર્ધાન થઈ ગયો. દેવના ગયા બાદ સંતના મગજમાં ધીરે ધીરે અભિમાન ઘેરું થવા લાગ્યું. ઓ હો... હો... હું કેટલો મહાન ?... દેવ જેવો દેવ સામે ચાલીને મારી સેવામાં હાજર થઈ ગયો - અભિમાનનો નશો ચડી ગયો. બીજે દિવસે પ્રભાતે નિત્યક્રમ મુજબ સંત બહાર ઓટલા ઉપર બેઠા હતા. ત્યાં ચંડાલ આવ્યો. ગાળો શરૂ કરી. પણ, હવે સંત સાંભળી શકે તેમ ન હતા. દેવનું ગુમાન મગજમાં સવાર થઈ ગયું હતું. સંતે સામે ગાળાગાળી શરૂ કરી. વાત વધી પડી. બોલાચાલીમાંથી મારામારી શરૂ થઈ. આજે તો સંત પણ ઘણા વર્ષોનું ભેગું થયેલું વેર વાળવાના મૂડમાં હતા. પણ, સંતની તાકાત ક્યાં અને એ ચંડાલની તાકાત ક્યાં?