________________
૧૯. તેટલામાં કોઈક વિદ્યાધરવડે તે કન્યા હરણ કરાઈ. જ્યોતિષવિદ્યાના બળવાળાં કોઈક વડે તેનો માર્ગ જણાવાયો. ર૯૦.
૨૦. કોઈકે આકાશગામી વિમાન રચ્યું અને લલિતાંગ વિગેરે તે વિમાન વડે તેની પાછળ દોડ્યા. ૨૯૧.
૨૧. લલિતાગાદિ વડે તિરસ્કૃત કરાયેલા ખેચરે તે કન્યાને કોઈક નિર્જન સ્થળમાં મૂકીને યુદ્ધને માટે આરંભ કર્યો અને તેઓ (લલિતાગાદિ) વડે આ (વિદ્યાધર) હણાયો. ર૯૨.
૨૨. એટલામાં કન્યાની પાસે જઈને તેને (કન્યાને) વિમાનમાં મૂકે છે તેટલામાં તેણી સર્પ વડે ડસાઈ, અહો ! કર્મોનું વિષમપણું (કેવું છે ?) ર૯૩.
- ર૩. ત્યાર પછી તેઓની મધ્યે રહેલ વિદ્યાને શીખેલ એવા કોઈ માણસ વડે તે (કન્યા) જીવિત કરાઈ. સર્વે (લલિતાગાદિ) તેણીને લઈને ત્યાંથી ચાલ્યા. ૨૯૪.
૨૪. આ મારી જ થશે એ પ્રમાણે પ્રેમથી વશ થયેલા તેઓ (લલિતાગાદિ) : નગર તરફ જતાં માર્ગમાં કલહ કરે છે. ૨૯૫.
. ૨૫. હવે ત્યાં નગરમાં પહોંચેલા તેઓ તે પ્રમાણે જ વિવાદ કરે છે. ચિંતાતુર "રાજાએ મંત્રીને કહ્યું. શું કરાશે ? ૨૯૬. .
. ૨૩. બુદ્ધિશાળીઓમાં અગ્રેસર એવા તેણે (મંત્રીએ) પણ એકાન્તમાં કન્યાને પૂછયું. આ રાજકુમારોમાં તને કોણ પસંદ છે ? એ મને કહે. ર૯૭.
- ૨૭. લલિતાગ મને પસંદ છે એ પ્રમાણે તેના (કમલ લોચનાના) વચનોને સાંભળીને મંત્રીએ નગરીની બહારના ભાગમાં મોટી ચિતાને કરાવી. ૨૯૮.
ઉપદેશ સપ્તતિ ૩૯