Book Title: Updesh Saptati
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 638
________________ ૧૬. જેમના વડે શ્રેષ્ઠ શિષ્યોના સમૂહને ભણાવાયા અને અનેકને વિષે કરોડો ઉપકારને કરે છે એવા મારા વાચકપુવ=શ્રેષ્ઠ ઉપાધ્યાય ભગવંત શ્રી ચારિત્રરત્ન ગુરુ જય પામો. ર૪૭૬. ૧૭.દેદીપ્યમાન આત્માની વાણીના પવિત્ર કિરણો વડે મારા હૃદયમાં ઉગેલી વૃદ્ધિ પામેલી જડતા પણ જેઓ વડે હરણ કરાયી. પૂજ્ય એવા તેમના ગુરુ ભાઈ શ્રી ઉદયશેખર પંડિતોમાં ઈન્દ્રસમાન સઘળા જ્ઞાનીઓને માન્ય હતા. ૨૪૭૭. ૧૮.તેમના ચરણકમળમાં ભ્રમણ કરનાર સેવકસમાન શિષ્ય પણ્ડિત શ્રી સોમધર્મ વિ. મ. હતા. જેમણે ઘણા શાસ્ત્રો ભણ્યા પરંતુ તેઓના મર્મોને ન જાણ્યા. ૨૪૭૮. ૧૯. ગુણ = ૩, બિંદુ = ૦, બાણ = ૫, ચંદ્ર = ૧ - એ પ્રમાણે પંદરસોને ત્રણ વરસે તેમના વડે મનોહર એવી આ ઉપદેશની સપ્તતિ રચાઈ. પંડિતોમાં અગ્રેસર જીવો વડે પણ તે કૃતાર્થ કરવા (માન્ય રાખવા) યોગ્ય છે. ૨૪૮૭૯. ૨૦. આ નાની એવી પણ ઉપદેશસપ્તતિકા પોતાના હાથમાં રહેલું જે પુસ્તક તેની અંદર સ્થાપી, અન્ય પુસ્તકમાં રહેલી તે કદી પણ કામ ન લાગે જેમ નંગરની મધ્યમાં રહેલી જે શ્રેષ્ઠ પરબ, જેનું પાણી લોકો ઈચ્છા મુજબ પીએ છે. તેવી રીતે પોતાના હાથમાં રહેલી આ નાની પણ ઉપદેશ સપ્તતિ બીજા પુસ્તકની ભેગી (કરીને) થપ્પી કરીને ન મૂકવી પણ વારંવાર એનું પરિશીલન કરવું. ૨૪૮૦, ૨૧. વિશુદ્ધ બુદ્ધિવાળા શ્રી જિનસોમસૂરિએ કાલંદ્રીમાં દોષ રહિત દોષ સહિત પોષાયેલી પણ સતી જેમ દૂષણને મૂકે તેમ ઉપદેશસપ્તતિકાને કુશલ રીતે રચી. ૨૪૮૧. ૨૨. જ્યાં સુધી દુર્વાદીઓનું મૂળથી નાશ કરનારું વીર પરમાત્માનું શાસન રહેશે: જ્યાં સુધી અનેક મેરૂપર્વત વિગેરે આ શાશ્વત પદાર્થો છે, જ્યાં સુધી શ્રી ચતુર્વિધ સંઘ પુણ્યના ઉદ્યમવાળો છે, ત્યાં સુધી આ ઉપદેશ સપ્તતિ સત્પુરુષોને કલ્યાણ કરનારી થાઓ. ૨૪૮૨. ।। એ પ્રમાણે પંડિત શ્રી સોમધર્મગણિ વડે રચાયેલ આ ઉપદેશસપ્તતિ આઠ માસમાં યથાવસરે વ્યાખ્યાન કરવા યોગ્ય છે. ।। ઉપદેશ સપ્તતિ ૩૧૫

Loading...

Page Navigation
1 ... 636 637 638 639 640