Book Title: Updesh Saptati
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 616
________________ ૯.બાર વ્રતોને ધારણ કરનાર હોવાથી તેટલા બાર તિલકોને પણ ધારણ કરતા અને હૃદયમાં સુવર્ણની અને સૂતરની જનોઈથી શોભતા એવા તેને - ૨૩૯૬. ૧૦. તેને (શ્રાવકને) જોઈને દંડવીર્ય રાજા તેને વિષે આદર સહિત મનવાળો. થયો. જેવો ક્રિયાનો આડંબર હોય તેવા લોકોનો પણ આદર મળે. ૨૩૯૭. ૧૧. તમે ક્યાંથી આવ્યા છો ? અથવા તમારી ઈચ્છા ક્યાં જવાની છે ? એ પ્રમાણે રાજા કહેતે છતે માયા વડે તેણે પણ તેને કહ્યું. ૨૩૯૮. ૧૨. હે રાજા ! હું અમરાવતી નગરીથી શ્રાવકના વેષને ધારણ કરનાર તીર્થોને વિષે યાત્રા કરતો આજે અહીં આવ્યો છું. ર૩૯૯. ૧૩. અહીં શક્રાવતાર નામના ચૈત્યમાં શ્રી ઋષભદેવની સ્તુતિ કરીને અને તમને જોઈને મારો આત્મા પવિત્ર થયો. ૨૪૦૦. ૧૪. હવે રાજાએ તેના ભોજન માટે રસોઈયાઓને આજ્ઞા આપી તેણે (શ્રાવક) પણ કહ્યું કે આજે તીર્થમાં ઉપવાસ કરવાની ઈચ્છા છે. ૨૪૦૧. ૧૫. રાજા વગેરે વડે ઉપવાસનો નિષેધ કરાયે છતે તે માર્ગમાં પવિત્ર દષ્ટિપૂર્વક ચાલતો દાનશાળાઓમાં ગયો. ર૪૦ર. ૧૯. ત્યાં કેટલાક શાસ્ત્રો ભણતાં કેટલાક વેદ વિગેરેમાં ઉદ્યમ કરતાં, કેટલાક ધ્યાનમાં પરાયણ, કેટલાક આચાર શીખવનારા શિક્ષકોને - ૨૪૦૩. - ૧૭. ત્રિકાળ દેવની પૂજાને માટે ત્રણ (મન-વચન-કાયાની) શુદ્ધિ વડે સ્નાન કરવામાં તત્પર એવા શ્રાવકોને જોઈને અનુક્રમે ઈન્દ્ર મહારાજા અત્યંત આનંદ પામ્યા. ર૪૦૪. ઉપદેશ સપ્તતિ ૩૦૪

Loading...

Page Navigation
1 ... 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640