________________
“પદેશ-૪” ૧. મોક્ષની ઈચ્છાવાળા ધન્ય (ઉત્તમ) પુરુષો અરિહંત પરમાત્માના મંદિર વિગેરેનું પણ નિર્માણ કરાવે છે. જેમ બુદ્ધિશાળી એવા તે વિમલ મંત્રીએ અર્બુદગિરિ (આબુ) પર આદિનાથ પરમાત્માનું દહેરાસર કરાવરાવ્યું. ૭પર.
૧. એક વખત શ્રી ઉજ્જયંત (ગિરનાર) પર્વત અને અર્બુદાચલ (આબુ) પર્વત પર ઈચ્છા પ્રમાણે નિવાસ કરનારી અંબિકા દેવી અને લક્ષ્મીદેવીની ગાઢ મિત્રતા થઈ. ૭પ૩.
૨. લક્ષ્મીદેવી વડે અંબિકા દેવીને કહેવાયું, હે સખિ ! તમે અહીં આવો. જેથી આપણા બન્નેની હંમેશાં વિયોગ રહિત ક્રીડા થાય. ૭૫૪.
૩. અંબાદેવીએ કહ્યું - જિનેશ્વર પરમાત્માના મંદિર વિના મારી સ્થિતિ નથી. લક્ષ્મીએ (લક્ષ્મીદેવીએ) પણ કહ્યું - ચંપકવૃક્ષની નજીકમાં પૃથ્વી છે. ૭૫૫.
૪. જો કોઈ પણ કરાવનાર હોય તો સત્તાવીશ લાખ (મિ) દ્રમો વડે (ચાંદીતાંબા અથવા બીજી કોઈ ધાતુનું તે કાળમાં ચાલતું ચલણી નાણું) પૂરાયેલી ભૂમિ વિશેષ પ્રકારે દહેરાસરને યોગ્ય થાય. ૭૫ક.
૫. એ પ્રમાણે દ્રવ્યથી યુક્ત ભૂમિને સાંભળીને હર્ષપૂર્વક અંબાદેવીએ દહેરાસરના નિર્માણ કરાવનારને શીધ્ર લાવીશ” એ પ્રમાણે તેણીએ કહ્યું. ૭૫૭.
. જેમાં ચારસોને ચુમ્માલીશ અરિહંત પરમાત્માના પ્રસાદો થયા અને નવસો શિવના મંદિરો થયા. ૭૫૮.
૭. તે ચંદ્રાવતી નગરીમાં ભીમ રાજા વડે અપમાનિત થયેલ વિમલ મંત્રી આવીને રાજ્ય કરે છે. ૭૫૯.
૮. જેના અધિકારી પુરુષો વડે ચોરાશી શ્રેષ્ઠ ઢોલનો સમુદાય વગાડાતે જીતે ભોજનના સમયમાં અત્યંત ચંચલતાવાળી સોનાની વિશાળ થાળી ભીમરાજાને ભજે છે. ૭૬૦.
ઉપદેશ સપ્તતિ ૧૦૨