________________
૯. હંમેશા પણ ધર્મકાર્યમાં નિષ્ણાત બુદ્ધિના વૈભવવાળી આ રોજ પોતાના ઘરમાં જિનેશ્વર પરમાત્માના બિંબ આગળ દેદીપ્યમાન (તેજસ્વી) દીપકને કરે છે. ૪૩૫.' * ૧૦. પરંતુ તે જ દીપક વડે ઘરનું કાર્ય કર્યું. તે પાપની આલોચના (પ્રાયશ્ચિત) ન કરેલ તેણી આ પ્રમાણે ઉત્પન્ન થઈ. ૪૩૬.
૧૧. અહીં ખાતરી શું? શ્રેષ્ઠી વડે પૂછાયેલ આચાર્ય ભગવંતે કહ્યું - તારા પિતા વડે ઘરના ખૂણામાં જે ધન દટાયેલું હતું. ૪૩૭.
૧૨. હે ભદ્ર ! તારા વડે ઘણું જોવાયું પણ તે (ધન) પ્રાપ્ત ન થયું અને પૂર્વ ભવના અભ્યાસના યોગથી આ તારી માતા તેને (ધનને) જાણે છે. ૪૩૮.
૧૩. જ્ઞાની (આચાર્ય ભગવંત) ના વચન સાંભળીને તેણી પણ જાતિ સ્મરણ જ્ઞાનવાળી થઈ. તે (શ્રેષ્ઠી) પણ મુનિને નમસ્કાર કરીને અને તેણીને (ઉંટણીને) લઈને પોતાના ઘરે આવ્યો. ૪૩૯.
: ૧૪. અને તેણીને પૂછયું - હે માતા ! ખજાનો મને બતાવ. હર્ષવાળી તેણીએ
પણ નિધાનની જગ્યા તેને બતાવી. ૪૪૦.
* : ૧૫. ત્યાર પછી સંસારથી વૈરાગ્ય પામેલ તે શ્રેષ્ઠીએ તે ધનને એકી સાથે સુપાત્ર વિગેરેમાં વ્યય કરીને ભવસ્થિતિને વિચારી. ૪૪૧.
" ૧૭. અહો ! કર્મના ઉદયથી (યોગથી) મારી માતા પણ ઉટણી થઈ. કરોડો 1 ફ્લેશના નિમિત્તભૂત ઘર વડે મારે સર્યું. ૪૪૨.
૧૭. પરમાર્થમાં એક શત્રુભૂત એવા પરિવાર વડે પણ સર્યું. એ પ્રમાણે ' વિચારીને પોતાના પિતાની પાસે શ્રેષ્ઠીએ દીક્ષા લીધી. ૪૪૩.
ઉપદેશસપ્તતિ પ૭