________________
૨૮. ત્યારે રાજાએ તેને પૂછ્યું. અરે ! આ શું અદ્ભુત થયું. તેણે પણ આ દુષ્ટ પુત્ર વડે કરાયેલ પ્રેરણાદિકવાળા વૃત્તાંતને કહ્યો. ૧૫૩૭.
* ૨૯. તે લોકોએ તેને અને તેના તે પુત્રને એ પ્રમાણે ધિક્કારે છે. અરે ! તમે બંનેએ આ શું કર્યું ? જે મિત્રને વિષે પણ દ્રોહ કરાયો. ૧૫૬૮.
૩૦. ત્યારપછી રાજા વડે મરાતો પાપબુદ્ધિ પણ શુદ્ધ બુદ્ધિવાળા ધર્મબુદ્ધિ વડે (રાજાના) પગમાં પડીને છોડાવાયો. ૧૫૬૯.
'૩૧. ત્યારે રાજા વિગેરેએ ધર્મબુદ્ધિની પ્રશંસા તેમ પાપબુદ્ધિની નિંદા કરી. ખેદની વાત છેકે માયા (કષાય) અહીં જ દુઃખને આપનાર છે. ૧૫૭૦.
૩૨. સરલ અને વક્ર સ્વભાવવાળું તે મિત્ર યુગલ એ પ્રમાણે સુખ-દુઃખનું ભાજન થયું. તેથી તે શ્રેષ્ઠ ચિત્તવાળા લોકો ! સર્પ સમાન માયાને જલ્દી દૂરથી તજો. ૧૫૭૧.
:ો એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના ચોથા અધિકારમાં પાંચમો ઉપદેશ છે. તે
ઉપદેશ સપ્તતિ
૨૦૨