________________
૨૪. તેણી વડે ખીર તો દૂર રહો (પણ) તેની વાર્તા પણ ન કરાઈ. ત્યાં શું અમારું ભાગ્ય નથી કે બીજું કોઈ કારણ છે. ૧૮૩૭.
* ૨૫. શ્રેષ્ઠીએ કહ્યું કે રાજેન્દ્ર ! તેણીને સૂકું ઘાસ વિગેરે અપાય, બે વાર દોહવાય અને દૂધ ગ્રહણ કરાય. ૧૮૩૮.
૨૬. તે દૂધને ચોખાની સાથે પકાવાય, ત્યાર બાદ ખીર ઉત્પન્ન થાય છે. તેની વિધિ આ છે. બીજા વ્યય વડે કરીને શું ? ૧૮૩૯.
૨૭. ત્યાર બાદ જાણેલા ઉપાયવાળા રાજાએ ખીર બનાવી. તેથી તે સુખી થયો અને બીજાને પણ તે વિધિને કહી. ૧૮૪૦.
- ૨૮. એ પ્રમાણે વિધિ વડે આરાધેલ ધર્મ પણ સુખ આપનાર થાય. વિધિ વિના કરાયેલ ધર્મ મનુષ્યને અલ્પ ફળ પ્રદાન કરનાર (આપનાર) થાય. ૧૮૪૧.
જે કારણથી - ૧. વિવેક રહિત અને વિવેકવાળા એવા જે પ્રાણીઓ વડે પૂર્વભવોમાં ધર્મ આરાધાયેલો છે. તે બંને વડે ધર્મ કરાય છતે (તે ધર્મથી) અનુક્રમે લક્ષ્મીનો સેવક અને લક્ષ્મીનો સ્વામી બને છે. અર્થાત્ વિવેકરહિત પ્રાણીઓ લક્ષ્મીના સેવક અને ' વિવેકવાળાં લક્ષ્મીના સ્વામી થાય છે.) ૧૮૪૨.
૨૯. એ પ્રમાણે છે પ્રાણીઓ ! તત્ત્વવાળા ધર્મરૂપી અમૃતનું વિધિપૂર્વક પાન કરીને મનુષ્ય અને દેવો વડે સેવાયેલા છે ચરણ જેમના એવી સંસારના સુખની શ્રેણી ભોગવીને વિધ્વરહિત મોક્ષને પ્રાપ્ત કરો. જો તમારા હૃદયમાં વિવેક હોય તો તમે ઉત્કૃષ્ટ વિષ રૂપી કુદેવાદિકમાં ન ફેંકાઓ. ૧૮૪૩. છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના ચોથા અધિકારમાં બારમો ઉપદેશ છે. | છે એ પ્રમાણે શ્રી પરમગુરુ-તપગચ્છનાયક-શ્રી સોમસુંદરસૂરિના ચરણકમલમાં હંસ સમાન મહોપાધ્યાય શ્રી ચારિત્રરત્નમણિના શિષ્ય પરમાણુરૂપ પંડિત
શ્રી સોમધર્મગણિ વિરચિત ઉપદેશ સપ્તતિકા ગ્રંથમાં
સામાન્ય ધર્મ રૂપ ચોથો અધિકાર છે.
ઉપદેશસપ્તતિ ૨૩૬