Book Title: Updesh Saptati
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 622
________________ ઉપદેશ-૧૭” ૧. આસ્તિક લોકોએ શ્રી જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય સંઘની અનુમતિપૂર્વક વાપરવું જોઈએ, પરંતુ ઈચ્છાપૂર્વક નહીં. અહીં પણ જિનાગમમાં કહેલું બે શ્રાવકનું દૃષ્ટાંત કહેવાય છે. ૨૪૨૪. ૨. ભોગપુર નગરમાં ચોવીસ કરોડ સુવર્ણના સ્વામી ધનાવહ નામે શ્રેષ્ઠી હતા. તેની ધનવતી નામે પત્ની હતી. તેમને કર્મસાર અને પુણ્યસાર નામે બે પુત્ર એકી સાથે ઉત્પન્ન થયા. એક વખત “આ બંને પુત્રો કેવા પ્રકારના થશે ?' એ પ્રમાણે પિતા વડે નિમિત્તજ્ઞ પૂછાયો. તેણે કહ્યું, કર્મસાર જડ સ્વભાવવાળો અત્યંત અજ્ઞાની, વિપરીત બુદ્ધિ વડે ઘણા ઉપાય કર્યો છતે પણ પૂર્વના ધનનું જવું અને નવું દ્રવ્ય ઉપાર્જન ન થવાથી ઘણા કાળ પર્યત દારિદ્ર વગેરે દુઃખોવાળો થશે. પુષ્પસાર પણ પૂર્વે ઉપાર્જન કરેલા દ્રવ્યનું અને નવા દ્રવ્યની ફરી-ફરીથી હાનિ થવાથી તે પ્રમાણે જ (કર્મસારની જેમ) દુઃખી થશે, પરંતુ બંને પણ વ્યાપાર વિગેરે કળામાં કુશળ થશે. પરંતુ બંનેના વૃદ્ધપણામાં ધનના સુખની સંતતિ વિગેરે થશે. અનુક્રમે ભણવા માટે ઉપાધ્યાયને અર્પણ કરાયા. પુણ્યસાર સુખપૂર્વક (સર્વ વિદ્યા શીખ્યો. વળી કર્મસારને અક્ષર પણ આવડતું નથી. પ્રાયઃ પશુ જેવો તે (કર્મસાર) વાંચન - લેખન વગેરે પણ કરવા માટે સમર્થ નથી. શિક્ષક વડે પણ આને ભણાવવાનું બંધ કરાયું અને પિતાવડે યૌવન અવસ્થામાં તે બંને (પુણ્યસાર અને કર્મસાર) ધનવાનની બે કન્યા સાથે ઉત્સવપૂર્વક પરણાવાયા. પરસ્પર કલહ ન થાય માટે બાર-બાર, કરોડ એ પ્રમાણે આપીને બંનેને જુદા કર્યા. વળી માતા-પિતા દીક્ષા ગ્રહણ કરીને સ્વર્ગમાં ગયા. કર્મસારને સ્વજન વિગેરે નિષેધ કરતે છતે પણ પોતાની તે-તે વિપરીત બુદ્ધિ વડે વ્યાપારાદિ કરતાં જ્યાં-ત્યાં ધનનો વિનાશ જ સંભવતો (થતો) હોવાથી બારે કરોડ સુવર્ણ દ્રવ્ય વિનાશ પામ્યું. પુણ્યસારને પણ રાજા-ભાગીદાર-ચોર-અગ્નિ વિગેરેના ઉપદ્રવ વડે થોડા કાળમાં જ સર્વ કરોડ સુવર્ણ ધન્ય વિનાશ પામ્યું. બંને પણ દરિદ્રી થયા. સ્વજનાદિ વડે ત્યાગ કરાયા. ભૂખ વડે પીડાતી તે બંને પત્નીઓ પણ પિતાના ઘરે ગઈ. જે કારણથી - ૨૪૨૫. ૧. લોકો ધનવાન માણસનું ખોટું પણ સજ્જનપણું પ્રકાશે છે, અને હીન વિભવવાળા નજીકના ભાઈની સાથે પણ લજ્જા પામે છે. ૨૪૨૬. ૨. ગુણવાન એવો પણ નિર્ધન (નાશ પામી ગયું છે ધન જેનું તે) ખરેખર સગા-વ્હાલાઓ વડે નિર્ગુણીની જેમ ગણાય છે. ધનવાન, ખોટા પણ દક્ષજ્ઞાદિ ગુણો વડે કરીને ગવાય છે. ૨૪ર૭. ઉપદેશ સપ્તતિ ૩૦૭

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640