________________
“ઉપદેશ-૧૬” ૧. જેઓ યાત્રાને કરતાં જિનેશ્વર પરમાત્માની અત્યંત ભક્તિ કરે છે તે માણસો સુખી થાય છે. જે કારણથી પૂર્વે કરી છે શત્રુંજયની યાત્રા જેણે એવા ભરત વિગેરે મોક્ષમાં ગયા. ૧૧૫ર.
૧. એક વખત દેવોના સમૂહ વડે સેવાયેલ જિનપુંગવ શ્રી આદિનાથ પરમાત્મા વિહાર કરતા વિનીતા નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ૧૧૫૩.
૨. હાથીના સ્કંધ પર આરૂઢ થયેલ ચતુરંગી સેના સહિત (ભરત) તેમને (આદિનાથ પરમાત્માને) વંદન કરવા માટે ગયા અને તેમની દેશનાને એ પ્રમાણે સાંભળી. ૧૧૫૪. :
૩. “સંઘની ભક્તિ, સારા કુલમાં ઉત્પતિ, સુપાત્રદાન, સારા ધનનો યોગ, સંઘનું અધિપતિપણું અને સારા તીર્થની સેવા” આ ઘણા ભાગ્ય વડે મેળવાય છે. ૧૧૫૫.
૪. ભરતે પૂછ્યું, હે સ્વામી ! સંઘના અધિપતિનું પદ શું? કઈ વિધિ છે? શું ત્યાં શું કરવું જોઈએ ? અને તે કાર્ય શી રીતે પ્રાપ્ત થાય ? ૧૧૫૩.
સ્વામીએ કહ્યું -
. ૫. જે પાંચ પ્રકારનું દાન આપતો, ગરીબોના સમૂહને ઉદ્ધાર કરતો, દરેક ગામના મંદિરમાં ધ્વજારોપણ કરતો - ૧૧૫૭.
૬. ગુરુ ભગવંતના આદેશને વશ થયેલ શત્રુંજય વગેરે તીર્થોમાં ઈન્દ્રોત્સવ વગેરે કાર્યને કરતો સંઘપતિ થાય. ૧૧૫૮.
- ભરત મહારાજા ચિંતવે છે -
—
ઉપદેશ સપ્તતિ ૧૫૧