________________
૭. તૃષાથી આકુલ થયેલ શ્રીદેવને એક ભીલ વડે પાણી પીવડાવાયું. ત્યાં વનમાં ભમતા તેણે એક મહામુનિને જોયા. ૧૪૧૫.
૮. ઉત્તમ એવા મુનિ ભગવંતે પણ તેની (શ્રીદેવની) સમક્ષ ધર્મને કહ્યો અને શ્રી નવકારમંત્રના પદોને વિશેષ પ્રકારે વર્ણવ્યા. ૧૪૧૩.
જે કહ્યું -
૧. જે એક લાખ શ્રી નવકારમંત્ર ગણે છે અને શ્રી જિનેશ્વર પરમાત્માના નમસ્કારમંત્રને વિધિપૂર્વક પૂજે છે તે ત્રીજે ભવે સિદ્ધ થાય છે અથવા સાતમે કે આઠમે ભવે સિદ્ધ થાય છે. ૧૪૧૭.
૯. આ નવકારમંત્રનું એકાગ્રચિત્તથી એક લાખ વાર જાપ કરતે છતે ઉત્કૃષ્ટથી તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. વળી મધ્યમથી ચક્રવર્તીની પદવી પ્રાપ્ત થાય છે. ૧૪૧૮.
૧૦. જધન્યથી પણ પ્રાણીઓને રાજ્યરૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ કારણથી , તમે પણ તે નવકારમંત્રને કપટરહિત ભણો. ૧૪૧૯.
૧૧. તે મુનિ ભગવંતે શ્રી દેવને ફરીથી પણ કહ્યું. હે ભદ્ર ! તું તારી આગળ રહેલ મહેલને જુએ છે. ખરેખર એ નમસ્કાર મંત્રનું ફલ છે. ૧૪૨૦.
૧૨. તે આ પ્રમાણે - એક વખત પ્રથમ દેવલોકમાં હેમપ્રભ નામના દેવે કોઈક કેવલજ્ઞાની મુનિને પ્રશ્ન પૂછ્યો. ૧૪૨૧.
૧૩. હે ભગવન્! મને બોધિલાભ થશે કે નહિ ? અને મારો જન્મ કઈ યોનિમાં થશે ? એ સર્વ જણાવો. ૧૪૨૨.
૧૪. કેવલી ભગવંતે કહ્યું હે દેવ!તમે અહીંથી ચ્યવીને આ જ જંગલમાં વાનર થશો અને તમને ધર્મની પ્રાપ્તિ કષ્ટપૂર્વક થશે. ૧૪૨૩.
ઉપદેશ સપ્તતિ
૧૮૩