________________
૯. તેણે (તાપસે) તેઓને કહ્યું. (રાજપુરુષોને કહ્યું.) હે ભદ્રો ! આ કોણ છે? શા માટે એ પ્રમાણે મરાય છે. તેઓએ (રાજપુરુષોએ) પણ કહ્યું આ પુરુષ રૂપે કોઈ રાક્ષસ જણાય છે. ૧૪૭૪.
૧૦. તેથી તે (સૂર) તેઓથી (રાજપુરુષોથી) સમતાના વચનો વડે કૃપાથી મુક્ત કરાયો. સૂરે પણ તેમની પાસે તાપસી દીક્ષાને ગ્રહણ કરી. ૧૪૭૫.
૧૧. ઘણા તપોને તપીને તે જ રાજાના વધ માટે નિયાણું કરીને તે (સૂર) મરણ પામ્યો. અને વાયુકુમાર દેવ થયો. ૧૪૭૬.
૧૨.તે દેવે વસંતપુરમાં આવીને રાજા વગેરે લોકોને ધૂળ વડે ઢાંક્યા. ખેદની વાત છે કે કોપનો પ્રકોપ કેવો છે ! ૧૪૭૭.
૧૩. ત્યાંથી આવીને ચંડાલ થયો. ત્યાર બાદ કોપ રૂપી કિંપાક વૃક્ષની છાયાનો આશ્રય કરતો પ્રથમ નરકમાં ગયો. ૧૪૭૮.
૧૪. ત્યાર બાદ દૃષ્ટિવિષ સર્પ થયો. ત્યાંથી બીજી નરકમાં ગયો. ત્યાર બાદ કોપથી વિડંબના પામેલ તે અનંતકાલ સુધી સંસારમાં ભમ્યો. ૧૪૭૯.
૧૫: હવે ઘણો કાળ ગયે છતે સૂરનો જીવ શ્રીપુરમાં રત્નરાજાના ગામમાં મુખ્ય બ્રાહ્મણનો પુત્ર થયો. ૧૪૮૦.
t". ૧૬. એક વખત તે પ્રમાણે જ ક્રોધના સ્વભાવથી રાજાની સાથે કલેશને કરતો રાજપુરુષો વડે વનમાં લટકાવાયો. ૧૪૮૧.
૧૭. ત્યારે ત્યાં ચાર જ્ઞાનને ધારણ કરનારા શ્રેષ્ઠ મુનિ મહાત્મા મળ્યા. વંદન કરવા માટે આવેલ રાજાએ તેમની દેશનાને એ પ્રમાણે સાંભળી. ૧૪૮૨.
ઉપદેશ સપ્તતિ.
૧૯૧