________________
૧૭. મારા ઉત્પન્ન થયેલ કોઈ પણ પુત્ર વડે સ્વામીનો દ્રોહ કરાયો નથી. ક્રોધને નિષ્ફલ કરવો જોઈએ. એ પ્રમાણે જે શાસ્ત્રમાં પણ કહેવાય છે. ૧૯૩ર.
૧૮. એ પ્રમાણે તેણે કહેલું સાંભળીને એ રાખથી ઢાંકેલા અગ્નિની જેમ થોડા (અલ્પ) ક્રોધવાળો થયો, પરંતુ શાંત ક્રોધવાળો ન થયો. ધીર પુરુષોને (ક્રોધ) શાંત થાય છે. ૧૯૩૩.
૧૯. નજીક રહેલા રાજા વડે આ વૃત્તાંત (માતા-પુત્રનું વૃત્તાંત) સંભળાયો. જે કારણથી રાજાને તિર્યંચની ભાષાને વિશેષ પ્રકારે જાણવામાં દેવનો આદેશ છે. ૧૯૩૪.
૨૦. ખરેખર આ મારો શત્રુ છે. સંકટમાં ક્યારે પણ મને હણશે. હું ક્યારેય આની પર નહીં ચઢું. ૧૯૩૫. .
૨૧. એ પ્રમાણે વિચારીને રાજાએ કેટલોક કાળ સુખપૂર્વક વ્યતીત કર્યો. આ કિશોર પણ જાતિવાન ઘોડો થયો. ૧૯૩૭.
. ૨૨. એક વખત સઘળા સાધન (ઘોડા વિગેરે પશુઓ) પાણી પીવાને માટે લઈ જેવાકે છતે આ જ ઘોડો ઘરમાં હતો. ત્યારે બૂમરાણ થઈ. ૧૯૩૭.
૨૩. અરે અરે આગેવાન સૈનિકો ! જલ્દી દોડો-દોડો ઉદ્ધત એવા ચોરો વડે સર્વ ગાય રૂપી ધન ગ્રહણ કરાય છે. ૧૯૩૮.
૨૪. ત્યારે વ્યાકુળતાથી તે જ ઘોડો રાજા વડે ખેલવા માટે અધિકારી પુરુષો વડે તૈયાર કરાયો. ૧૯૩૯.
૨૫. જતા એવા તે ઘોડાએ પોતાની માતાને કહ્યું. હે માતા! હું પહેલાના વરને આજે વાળું છું તેણીએ પણ સ્નેહપૂર્વક કહ્યું. ૧૯૪૦.
ઉપદેશ સપ્તતિ
૨૧૦