________________
૬. સુગંધી ઘી અને સાકરના ચૂર્ણના યોગથી ઘણા ૫૨માન્ન વડે (ખીર વડે) પૂર્ણ ભરેલ અનેક થાળીને લઈને - ૧૮૧૯.
૭. શ્રેષ્ઠીએ શ્રેષ્ઠ એવા રત્નોના સમૂહને પણ માટીના ઢેફાની જેમ ત્યાગ કરીને) ત્યાંના રાજાએ પૂર્વે નહિ અનુભવેલ એવું ભેટલું આપ્યું. ૧૮૨૦.
૮. સર્વ ઈન્દ્રિયોને સુખ આપનાર, કર્ણ ભરીને પીને (કર્ણની તૃપ્તિ થાય ત્યાં સુધી), કંઠ સુધી આસ્વાદ કરીને ખુશ થયેલ, કરાયેલ ઉદ્ગારવાળા રાજાએ તેને કહ્યું. ૧૮૨૧.
૯. હે શ્રેષ્ઠી ! આ શું કહેવાય ? આની સિદ્ધિ શી રીતે થઈ ? સ્વર્ગમાંથી અથવા પાતાલમાંથી શું અમૃત હરણ કરાયું છે ? ૧૮૨૨.
૧૦. હે દેવ ! ભાગ્ય વિના આ પરમાન્ન મેળવાતું નથી. કિન્તુ પ્રસન્ન એવી મારી એક કામધેનુ ગાય હંમેશાં પરમાન્નને (ખીને) આપે છે. ૧૮૨૩.
૧૧. સંતુષ્ટ રાજાએ શ્રેષ્ઠીના કરને છોડ્યો. ક્રય-વિક્રય (વેપાર)ને કરતા તેને ઘણો લાભ થયો. ૧૮૨૪.
૧૨. પોતાના નગરમાં જવાની ઈચ્છાવાળા શ્રેષ્ઠી વડે અવસરે (યોગ્ય સમય જાણીને) તે રાજાને કહેવાયું. જો તમે અનુજ્ઞા આપો તો હું પોતાના નગરમાં જાઉં. ૧૮૨૫..
૧૩. રાજાએ કહ્યું પરમાનને આપનારી તમારી જે કામધેનું છે તે મને આપ. જેથી આપણા બન્નેની પ્રીતિ નિશ્ચલ રહે. ૧૮૨૬.
૧૪. હે સ્વામી ! કૃપા કરીને ગ્રહણ કરાય. આટલામાં પ્રભુને શું કહેવા યોગ્ય છે ? એ પ્રમાણે કહીને તેને (રાજાને) તે આપી વળી પોતે-પોતાના નગરમાં ગયો. ૧૮૨૭.
ઉપદેશ સપ્તતિ ૨૩૪