________________
૨૫. એટલામાં અહીં ઈન્દ્ર મહારાજા પણ આવ્યા ત્યારે ભરત ચક્રવર્તીએ તેમની સાથે રાયણ વૃક્ષને નમસ્કાર કર્યો. જે કારણથી ખરેખર તે તીર્થ સ્વરૂપ થયું. ૧૧૭૭.
૧. નવ્વાણું પૂર્વ પર્યંત વિહાર કરતા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પરમાત્મા શત્રુંજય પર્વતને વિષે પધાર્યા અને દેવોની સાથે સમવસર્યા. ૧૧૭૮.
૨૬. ઓગણસીત્તેર કોડાકોડી, પંચ્યાશી કરોડ લાખ, ચુમ્માલીશ કરોડ હજાર (૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦) - ૧૧૭૯.
૨૭. આટલી વાર ઋષભદેવ પરમાત્માએ અહીં શત્રુંજય પર્વતને વિષે આવીને આની (રાયણની) નીચે સુંદર એવી ધર્મદેશનાને કરી. ૧૧૮૦.
૨૮. ઈન્દ્ર મહારાજાએ ભરત ચક્રવર્તીને કહ્યું કે આનાથી બીજો કોઈ શ્રેષ્ઠઃ કાલ નથી. માનવો મૂર્તિ વિના માત્ર પર્વત (તીર્થ) પર જ શ્રદ્ધા નહીં કરે. ૧૧૮૧.
૨૯. તીર્થંકર પરમાત્માના પગલાઓ વડે પવિત્ર એવો આ પર્વત જ તીર્થ થયું. વિશેષ પ્રકારે શ્રદ્ધાની વૃદ્ધિને માટે મંદિર થાય તો શ્રેષ્ઠ. ૧૧૮૨.
૩૦. ત્યારબાદ ભરત ચક્રવર્તીએ દેદીપ્યમાન ચોરાશી મંડપવાળું એક કોશ ઉંચું - દોઢ ગાઉ પહોળું રત્નમણીમય - ૧૧૮૩.
૩૧. એક હજાર ધનુષ વિસ્તારવાળું, દેવકુલિકાથી યુક્ત, ત્રૈલોક્ય વિભ્રમ નામનું મંદિર કરાવરાવ્યું. ૧૧૮૪,
૩૨. ત્યાં મંદિરમાં ચારે દિશાઓમાં સારા વર્ણવાળી સુવર્ણમય શ્રી આદિનાથ પરમાત્માની ચાર મૂર્તિઓ શોભતી હતી. ૧૧૮૫.
ઉપદેશ સપ્તતિ ૧૫૪