________________
૧૭. લાખો હોમ વડે કરાયેલ યજ્ઞ, તેની આ રાખ છે. સુવર્ણ વડે પણ આ રાખનો અંશ માત્ર પણ મેળવાતો નથી. ૧૯૯૭.
૧૮. છ માસનો પણ જે રોગ હોય તે આના વડે જાય છે અને ફરીથી ન થાય. આનું તિલ માત્ર પણ જે પામે છે તે ભાગ્યશાળી છે. ૧૯૯૮.
૧૯. આના પ્રભાવથી અન્તઃપુરમાં રહેનારી સ્ત્રીઓના, ઘોડાઓના અને નગરમાં રહેનારા લોકોના રોગોની ઉપશાંતિ ક્ષણમાત્રમાં થઈ. વધારે શું કહેવાય? ૧૯૯૯.
૨૦. ખરેખર આપનો ઈષ્ટ (હિતકારી) મિત્ર હોવાથી તે રાજા વડે આટલું ભેટછું મોકલાયું. તેને ઓછું હોવા છતાં તે ભેટણાને) ઘણું માનો. ૧૭00.
૨૧. ખુશ થયેલ રાજા વડે સભાના સર્વ સભ્યોને અને સ્ત્રીઓને થોડી-થોડી રાખ અર્પણ કરાઈ અને પ્રભાવશાળી હોવાથી તેઓ વડે રાખ ગ્રહણ કરાઈ. ૧૭૦૧.
૨૨. રાજા વડે તે દૂતને શ્રેષ્ઠ પાંચસો સુવર્ણ મુદ્રાઓ, ઘોડા રેશમી વસ્ત્ર વગેરે તેના મુખ વડે (જેટલું માગ્યું તેટલું) માગેલું અપાયું. ૧૭૦૨.
૨૩. સર્વ સામગ્રીને લઈને દૂત નગરમાં આવ્યો. ભીમરાજાને તે સર્વ સામગ્રી દેખાડી. ખુશ થયેલ રાજાએ પણ તેને કહ્યું. ૧૭૦૩.
૨૪. અરે !તારા વડે ત્યાં જઈને શું-શું કહેવાયું ? તે હમણાં તું કહે “જે પ્રમાણે પોતે કહ્યું તે પ્રમાણે તેણે પણ કહ્યું. રાજા ઘણો વિસ્મય પામ્યો. ૧૭૦૪.
રપ. એક વખત ફરીથી રાજાએ ગર્વમાં તત્પર એવા તેને કહ્યું હે મૂઢ ! અભિમાન શું કરે છે ? મારી કૃપાથી તું જીવે છે. ૧૭૦પ.
ઉપદેશ સપ્તતિઃ ૨૧૮